જમ્મુ કાશ્મીરની બડગામ પોલીસ અને સેનાએ 53 રાષ્ટ્રીય રાઈફલ્સે મંગળવારે પીઠકુટ બીરવાહ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીના 4 મદદગારોને પકડ્યા છે.
- 53 રાષ્ટ્રીય રાઈફલ્સે મંગળવારે પીઠકુટ બીરવાહ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કર્યુ
- આતંકવાદીના 4 મદદગારોને પકડ્યા છે
- બીરવાહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી
તેમની ઓળખ પીઠકુટ બીરવાહના રહેવાશી શકીલ અહમદ વાની ઉર્ફે શૌકત અહમદ, ચેડબગ નિવાસી આકિબ મકબૂલ ખાન અને ચેરવાની ચાર શરીફ નિવાસી એજાજ અહમદ ખાનના રુપે કરવામાં આવી છે.પકડાયેવા ચારેય લોકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ- તોયેબા સાથે જોડાયેલા હતાઅને ક્ષેત્રમાં સક્રિય આતંકવાદીઓને આશ્રય અને બાકીની મદદ કરતા હતા.સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક ગોળા બારુદ સહિત એકે 47 રાઉન્ડ (24), 5 ડેટોનેટર અને અન્ય વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. આ મામલામાં યુએપીએ સાથે જોડાયેલી કલમ હેઠળ બીરવાહ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.