નવીદિલ્હી,
મહિલાઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તેઓ કંઈ પણ કરી શકે છે. તેઓ આપણી સેનાના મજબૂત આધારસ્તંભ છે. ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાઓએ પરીક્ષા આપી હતી જેમાં અત્યાર સુધી માત્ર પુરૂષ અધિકારીઓ સામેલ હતા. ભારતીય સેનાની તે પરીક્ષામાં પણ ૬ મહિલાઓ સફળ રહી હતી. એટલું જ નહીં, આ મહિલાઓની સફળતાની ટકાવારી પુરૂષો કરતા ઘણી વધારે હતી. તે પરીક્ષા હતી- સંરક્ષણ સેવાઓની પરીક્ષા. આમાંથી એક મહિલા અધિકારીએ તેના પતિ સાથે ડિફેન્સ સવસ કોલેજ સ્ટાફની પરીક્ષા પાસ કરી છે. બંને સેનામાં ઓફિસર છે. જ્યારે અન્ય બે મહિલાઓ મિલિટરી ઈન્ટેલિજન્સ કોર્પ્સની છે.
આ પરીક્ષામાં કુલ ૨૬૦ બેઠકો હતી. આ માટે લગભગ ૧૫૦૦ પુરૂષ અધિકારીઓએ અરજી કરી હતી. જ્યારે ૧૫ મહિલાઓએ ફોર્મ ભર્યા હતા. ૧૫માંથી ૬ મહિલાઓ સફળ રહી હતી, જેઓ કોર્સમાં જોડાશે. બાકીની બેઠકો પર પુરુષો જોડાશે.
ડિફેન્સ સવસીસ પરીક્ષા પાસ કરનાર સૈન્ય અધિકારીઓને ડિફેન્સ સવસ સ્ટાફ કોલેજના કોર્સમાં પ્રવેશ મળે છે. આ કોર્સ દરમિયાન વિશેષ તાલીમ આપવામાં આવે છે. કોર્સ કરનારા આર્મી ઓફિસરોને સેનામાં પ્રમોશનમાં પ્રાધાન્ય મળે છે. સ્વાભાવિક છે કે આ પાસ કર્યા બાદ હવે આ મહિલાઓ પણ સેનામાં કર્નલ અને તેનાથી ઉપરના હોદ્દા પર પહોંચી શકે છે.
પરીક્ષામાં લાયકાત મેળવનાર તમામ છ મહિલા અધિકારીઓ હવે બાકીના સફળ પુરૂષ અધિકારીઓ સાથે તમિલનાડુના વેલિંગ્ટનની સ્ટાફ કોલેજમાં એક વર્ષનો અભ્યાસક્રમ પસાર કરશે. અત્યાર સુધી સ્ટાફ કોલેજમાં વિદેશી સેનાની મહિલા અધિકારીઓ આવતી રહી છે. પરંતુ હવે પહેલીવાર ભારતીય સેનાની મહિલા અધિકારીઓ અહીં પહોંચશે.
અગાઉ, આર્મીમાં માત્ર મેડિકલ કોર્પ્સ, લીગલ અને એજ્યુકેશન કોર્પ્સમાં મહિલા અધિકારીઓ માટે કાયમી કમિશન હતું. પરંતુ હવે આર્મી એર ડિફેન્સ, સિગ્નલ્સ, એન્જિનિયર્સ, આર્મી એવિએશન, ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સ, આર્મી સવસ કોર્પ્સ, આર્મી ઓડનન્સ કોર્પ્સ અને ઇન્ટેલિજન્સ કોર્પ્સમાં કાયમી કમિશનમાં આર્મીમાં મહિલાઓને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ પરીક્ષા માટે કાયમી કમિશન હોવું જરૂરી છે અને સેનામાં ઓછામાં ઓછી ૭ વર્ષની સેવા હોવી જરૂરી છે. આ કોર્સથી સેનામાં મહિલાઓના પ્રમોશનની તકો વધી જશે. નવી શાખાઓમાં જ્યાં મહિલાઓને કાયમી કમિશન મળશે ત્યાં સ્ટાફ કોલેજનો કોર્સ પૂરો કર્યા બાદ પ્રમોશનની શક્યતાઓ વધી જશે.