
ઈલેક્ટ્રોનિક્સ અને સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી વિશ્ર્વની સૌથી પ્રખ્યાત કંપનીઓમાંની એક સેમસંગ એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે. દક્ષિણ કોરિયાની કંપની સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના હજારો કર્મચારીઓ સોમવારથી હડતાળ પર ઉતરી ગયા છે. સેમસંગના ઈતિહાસમાં કર્મચારીઓની આ સૌથી મોટી હડતાળ છે. સેમસંગ હાઇ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સના ઉત્પાદનમાં તેની ધાર પાછી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આ હડતાલનો મુદ્દો સામે આવ્યો છે.
યુનિયનનું યેય સેમસંગના હવાસેઓંગ સ્થિત સેમિકન્ડક્ટર પ્લાન્ટની બહાર ૫ હજાર લોકોને એકત્ર કરવાનું છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સેમસંગ કર્મચારી સંઘની અપીલ પર કેટલા કર્મચારીઓ નોકરી છોડવા જઈ રહ્યા છે. જો કે તે પછી પણ આજથી શરૂ થયેલી ત્રણ દિવસની હડતાળ સેમસંગના ચિપ પ્રોડક્શનને અસર કરશે તે લગભગ નિશ્ર્ચિત માનવામાં આવે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કર્મચારીઓની આ હડતાલ સેમસંગના સેમિકન્ડક્ટર (ચિપ) ઉત્પાદનને અસર કરી શકે છે. રિપોર્ટમાં કર્મચારી યુનિયનના એક નેતાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓ કંપનીની સૌથી અદ્યતન ચિપ સુવિધાઓમાંથી એકના ઉત્પાદનમાં વિક્ષેપ કરીને તેમનો સંદેશ સ્પષ્ટ કરવા માંગે છે. ખરેખર, સેમસંગના કર્મચારીઓ પગાર અને રજાને લઈને અસંતુષ્ટ છે. લેબર યુનિયન નેશનલ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ યુનિયન કે જેમાં ૨૮ હજારથી વધુ કર્મચારીઓની સદસ્યતા છે, તે કહે છે કે પગાર ધોરણ અંગેની વાતચીતમાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાથી મામલો આગળ વધી રહ્યો છે. ગયા વર્ષે, ચિપ યુનિટમાં કામ કરતા કર્મચારીઓને ચિપ બિઝનેસમાં થયેલા નુક્સાનનું કારણ આપીને બોનસ ચૂકવવામાં આવ્યું ન હતું. કંપની અને કર્મચારીઓ વચ્ચેના વિવાદને વધારવામાં આ પણ મહત્વનો મુદ્દો છે.
સેમસંગના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરી ચુક્યા છે. અગાઉ ગત મહિના દરમિયાન સેમસંગના કર્મચારીઓ એક દિવસીય હડતાળ પર ગયા હતા. માંગણીઓ સાથે સંમત ન થતાં મામલો આગળ વયો છે અને હવે તેઓ ફરી હડતાળ પર ઉતર્યા છે. સેમસંગ કર્મચારીઓની આ હડતાલ ૩ દિવસની છે. સેમસંગના ૫૫ વર્ષના ઈતિહાસમાં આને સૌથી મોટી હડતાલ ગણાવવામાં આવી રહી છે.
સાઉથ કોરિયામાં સેમસંગ કંપનીના કર્મચારીઓ હડતાળ પર ઉતરવા મામલે કંપનીએ જણાવ્યું હતું કે હડતાલને કારણે ઉત્પાદન અથવા વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ અસર થઈ નથી, કારણ કે તે જાહેર રજા અને સપ્તાહના અંત વચ્ચે પડી હતી. કંપનીએ એ પણ નોંયું હતું કે પાછલા વર્ષની સરખામણીમાં વાષક રજા પર ઓછા કર્મચારીઓ હતા.