મુંબઇ,બોલિવૂડ અભિનેત્રી સેલિના જેટલી છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોમાં નથી જોવા મળી રહી. જો કે ફિલ્મો સિવાય પણ તે ચર્ચામાં રહે છે. હવે તેને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. સેલિના પર એક વ્યક્તિએ કામ મેળવવા માટે સુવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
હાલમાં જ સોશિયલ મીડિયા પર ઉમૈર સંધુ નામના એક વ્યક્તિએ સેલિના જેટલી પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો બાદ સેલિના પણ ગુસ્સામાં જોવા મળી છે. હવે ટ્વિટર પર બન્ને વચ્ચે બબાલ ચાલી રહી છે. ઉમૈર સંધુ નામના એક ટ્વિટર યુઝરે સેલિના જેટલી પર આરોપ લગાવ્યો કે તે ફિલ્મ જાનશીનના ઓડિશન દરમિયાન રોલ મેળવવા માટે ફરદીન ખાન અને તેના પિતા ફિરોઝ ખાને સાથે સુતી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું કે, સેલિના જેટલી બોલીવુડની એકમાત્ર એવી અભિનેત્રી છે જે ફરદીન ખાન અને પિતા ફિરોઝ ખાન બંને સાથે સુતી છે. આ ટ્વિટ બાદ વિવાદ વધ્યો છે.
આ ટ્વિટ બાદ સેલિનાએ જવાબ આપ્યો અને લખ્યુ કે, આ પોસ્ટ કરીને તમે મર્દ બની જશો અને તમારી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ઠીક થઈ જશે. પરંતુ તમારી સારવાર અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઠીક થઈ શકે છે. જેમ કે ડૉક્ટર પાસે જઈને. તમારે ક્યારેક પ્રયાસ કરવો જોઈએ.twitter કૃપા કરીને એક્શન લે.
સેલિનાના આ ટ્વીટ બાદ ઉમૈરે જવાબમાં લખ્યું કે, સત્ય ખૂબ કડવું લાગી ગયુ, બધાને જણાવો કે ૨૦૦૩માં જાનશીન ઓડિશન દરમિયાન તમે ડિરેક્ટર ફિરોઝ ખાનની ઓફિસમાં નગ્ન થયા હતા. જો કે ઉમૈરની આ પોસ્ટ પર લોકો તેની ટીકા કરતા જોવા મળી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે.