બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર વિરુદ્ઘ છેડવામાં આવેલ આંદોલન દરમ્યાન જ હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા શરૂ થઈ ગયા હતા. ૫ ઓગસ્ટે જેવું જ શેખ હસીનાએ ઢાકા છોડ્યું, એમના પર હુમલાનો સિલસિલો વધુ તેજ થઈ ગયો. તેમના ઘરો, દુકાનો અને પૂજા સ્થળોને પણ નિશાનો બનાવવામાં આવ્યા. આ સિલસિલો ત્યાં વચગાળાની સરકાર સ્થાપિત થયા બાદ પણ ચાલુ રહ્યો. ખુદ પોલીસકર્મીઓ અને થાણાં પર હુમલા થઈરહ્યા હતા, તેથી હિંદુઓ અને અન્ય અલ્પસંખ્યકોની નોંધ લેનારું કોઈ ન હતું. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ થોડા દિવસો સુધી ત્યાં હિંદુઓ પર હુમલાને લઈને ચિંતા વ્યક્ત કરવાનું કામ માત્ર ભાજપ, આરએસએસ અને અન્ય હિંદુ સંગઠનોના નેતાઓ જ કરી રહ્યા હતા.
જોકે ૬ ઓગસ્ટે જ વિદેશ મંત્રી જયશંકર સર્વપક્ષીય બેઠક અને સંસદમાં એ જણાવી ચૂક્યા હતા કે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા થઈ રહ્યા છે, પરંતુ વિપક્ષના કોઈ નેતાએ એના પર ચિંતા વ્યક્ત કરવાની જરૂર નહોતી સમજી. જ્યારે વચગાળાના સરકારના પ્રમુખ રૂપે મુહંમદ યુનુસે સત્તાની બાગડોર સંભાળી અને ખુદ તેમણે અલ્પસંખ્યકોની રક્ષા કરવાની અપીલ કરી, ત્યારે ભારતમાં કેટલાક વિપક્ષી નેતાઓને લાગ્યું કે હવે તેમણે પણ બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિંદુઓ પર કંઇક બોલવું જોઇએ! તેમની સામે ત્યારે બીજો કોઈ ચારો રહ્યો ન હતો, જ્યારે ખુદ બાંગ્લાદેશના હિંદુ ખુદને બચાવવાની પોકાર કરતા સડકો પર ઉતરી આવ્યા અને એની સાથએ જ દુનિયાના કેટલા દેશોમાં તેમને બચાવવાની માંગ કરતાં પ્રદર્શનો થયાં.
આ રીતે લગભગ એક અઠવાડિયાની ચુપકિદી બાદ કેટલાય વિપક્ષી નેતાઓએ બાંગ્લાદેશી હિંદુઓને લઈને મોં ખોલ્યું. કેમ? કારણ કે કથિત સેક્યુલરિઝમ તેની પરવાનગી નહોતું આપતું કે તેઓ હિંદુઓ પર કંઇક બોલે. આવું પહેલી વાર નથી બન્યું.
અફઘાનિસ્તાન હિંદુઓ અને શીખોથી લગભગ ખાલી થઈ ગયં છે અને તેમને જેમ-તેમ કરીને કાઢી લવાયા, પરંતુ કદાચ જ કોઈ અવાજ ક્યારેય ઊઠ્યો હોય કે તાલિબાન શાસનમાં વયા-ઘટ્યા હિંદુ-શીખોને બચાવવાની જરૂર છે. પાકિસ્તાનમાં રોજેરોજ હિંદુઓ, શીખોની સતામણી અને ખાસ કરીને તેમની છોકરીઓનું અપહરણ અને જબરદસ્તી નિકાહ કરી દેવામાં આવે છે, પરંતુ મજાલ છે કે ખુદને સેક્યુલર ગણાવનારા કોઈ પક્ષના નેતા તેના વિરુદ્ઘ અવાજ ઉઠાવે! કારણ એ જ કે છદ્મ સેક્યુલરિઝમ તેની પરવાનગી નથી આપતું.
એ પણ ધ્યાન રાખો કે જ્યારે અયોધ્યાથી ગુજરાત જઈ રહેલ લગભગ સાઇઠ કારસેવકોને ગોધરામાં ટ્રેનમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા ત્યારે વિપક્ષી નેતાઓના મોંઢેથી નિંદાના બે શબ્દો નહોતા નીકળ્યા અને ઉલટું એ સાબિત કરવાની કોશિશ કરવામાં આવી હતી કે ટ્રેનમાં આગ બહારથી નહીં, અંદરથી લગાડી હતી! ગોધરા કાંડ પર વિપક્ષી દળોની ચૂપકિદીએ પણ ગુજરાત રમખાણોની આગમાં ઘી નાખવાનું કામ કર્યું હતું. એ પણ કોઈથી છૂપું નથી કે કાશ્મીરી હિંદુઓના પક્ષમાં ક્યારેય કોઈ અવાજ નથી ઉઠતો.
તેમના પલાયનનાં આટલાં વર્ષો બાદ પણ એ સવાલ નથી ઉઠતો કે આખરે કાશ્મીરી હિંદુ પોતાના ઘરે ક્યારે પાછા ફરી શકશે? ઉપરથી જ્યારે-ત્યારે એવો વિમર્શ પેદા કરવાની કોશિશ અવશ્ય કરવામાં આવે છે કે કાશ્મીરી હિંદુ પોતાના પલાયન માટે પોતે જ જવાબદાર છે.સેક્યુલરિઝમ વિકૃત રૂપ ધારણ કરવાને કારણે જ આપણા દેશમાં પોતપોતાના એજન્ડાના હિસાબે પીડિતોના પક્ષમાં બોલવામાં આવે છે. તેનું ઉદાહરણ એ છે કે જે લોકો ગાઝામાં મુસલમાનોના સંકટ પર બોલવાનું જરૂરી સમજે છે, તેઓ બાંગ્લાદેશી હિંદુઓના પક્ષમાં અવાજ ઉઠાવવાને બિનજરૂરી માને છે. જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થઈ રહ્યા હતા, ત્યારે દેશમાં એ પણ થઈ રહ્યું હતું કે ઇન્ટરનેટ મીડિયા પર આ હુમલાને ખોટા સાબિત કરવાની અને સાથે જ એ દર્શાવવાની પૂરતી કોશિશ થઈ રહી હતી કે ત્યાં તેઓ સંપૂર્ણ સુરિક્ષત છે.