નવીદિલ્હી,
ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન ૠષભ પંતને શુક્રવારે સવારે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો. પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે. તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પંતની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રિષભ પંતના અકસ્માતના સમાચાર સામે આવતા જ ફેન્સ સોશિયલ મીડિયા પર તેની સુરક્ષા માટે પ્રાર્થના કરવા લાગ્યા. ભૂતપૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ પંત વિશે ટ્વિટ કર્યું છે. તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે પ્રિય પંત, જલ્દી સ્વસ્થ થાઓ. આ સિવાય ક્રિકેટ ચાહકો પણ ૠષભ પંતના સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર એક પ્રશંસકે પંત વિશે લખ્યું કે તમે ચેમ્પિયન ખેલાડી છો, મહાદેવ તમારો ઈલાજ કરશે. તે જ સમયે, એક ચાહકે લખ્યું કે ક્રિકેટર ૠષભ પંતની કારનો અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. અમે બધા પંતના ઝડપથી સાજા થવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એક પ્રશંસકે લખ્યું કે દિલ્હીથી ઘરે પરત ફરતી વખતે પંતની કારને અકસ્માત નડ્યો હોવાના સમાચાર ખૂબ જ દુ:ખદ છે. ૠષભ પંત અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, હું બાબા કેદારને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ધુમ્મસના કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.