સૈફ પર હુમલો કરનારની પહેલી તસવીર સામે આવી:સીડી પરથી ઉતરીને ભાગતો CCTVમાં કેદ થયો, મોડસ ઓપરેન્ડી જોતાં હિસ્ટ્રીશીટર ​​​​​​​હોવાનું અનુમાન

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે. સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં મુંબઈ પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો. મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે તેના ઘરે પહોંચી ગઈ છે.

લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાણી કહે છે કે સૈફ પર છ વખત છરી વડે હુમલો કર્યો હતો. બે ઘા ઊંડા છે. કરોડરજ્જુની નજીક એક ઘા થયો. તેની સારવાર ડૉ. નીતિન ડાંગે (સર્જન), ડૉ. લીના જૈન (કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન), ડૉ. નિશા ગાંધી (એનેસ્થેસિયા નિષ્ણાત), ડૉ. કવિતા શ્રીનિવાસ (ઇન્ટેન્સિવિસ્ટ) અને ડૉ. મનોજ દેશમુખ (કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવી રહી છે.

આરોપીની તસવીર આવી સામે હુમલા સમયે, પોલીસે તે વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો હતો, જેનાથી પોલીસને તે સમયે તે વિસ્તારમાં કયા મોબાઇલ નેટવર્ક સક્રિય હતા તે જાણવામાં મદદ મળી. તેના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનાર વ્યક્તિ હિસ્ટ્રીશીટર હોઈ શકે છે. આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતાં, હુમલાખોર સામે અગાઉ પણ આવા જ કેસ નોંધાયેલા હોઈ શકે છે. પોલીસનું માનવું છે કે આવી ઘટના ફક્ત એક ચાલાક અને જૂનો આરોપી જ અંજામ આપી શકે છે.

આ કલમો હેઠળ કેસ નોંધાયો સૈફ પર હુમલો અને હત્યાના પ્રયાસના કેસમાં બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNS કલમ 311 (લૂંટ), 312 (ઘાતક હથિયાર વડે લૂંટ), 331(4), 331(6), 331(7) ના આધારે કેસ નોંધયો છે.

આરોપી ઘરમાં કેવી રીતે ઘુસ્યો? મુંબઈ પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન હવે ખતરાની બહાર છે. પોલીસે FIRમાં મેડને ફરિયાદી બનાવ્યા છે, મેડની ફરિયાદના આધારે, બાંદ્રા પોલીસે BNS ની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. જેમાં અતિક્રમણનો પણ સમાવેશ થાય છે.

ઇબ્રાહિમ​​​​​​ સૈફને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો અહેવાલ અનુસાર, ઇબ્રાહિમ અલી ખાન પિતા સૈફ અલી ખાનને રિક્ષામાં હોસ્પિટલ સુધી લઈ ગયો. સૈફના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ જવું જરૂરી હતું. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વગર જ તેના પુત્ર ઇબ્રાહિમે ઓટોરિક્ષાનો સહારો લીધો. બંને ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. આ હોસ્પિટલ સૈફ અલી ખાનના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર છે. એ સમયે કરીના સૈફ સાથે ઓટોમાં જોવા મળી ન હતી. મોડીરાત્રે લગભગ 3:30 વાગ્યે સૈફને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે તેના ઘરે કોઈ ડ્રાઈવર હાજર નહોતો.

સૈફ અલી ખાન હવે ‘સેફ’ ડોક્ટરે જણાવ્યું હતું કે ડાબા હાથ પર બે ઊંડા ઘા હતા અને ગરદનમાં છરી સાથે એક્ટરને હોસ્પિટલમાં લવાયો હતો. તેને પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે. હવે તેની હાલત સ્થિર છે. હાલ તેને ICU શિફ્ટ કરવામાં આવ્યો છે. ડિસ્ચાર્જ પર આવતીકાલે નિર્ણય કરવામાં આવશે.

એક આરોપીની ઓળખ થઈ ગઈ મુંબઈ પોલીસના DCP દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે એક હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. આરોપીએ સીડીનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસે તે પકડાયો છે કે નહીં એ અંગે કોઈ માહિતી આપી નથી. સૈફ અલી ખાન પર હુમલો કરનારી વ્યક્તિ CCTV ફૂટેજમાં દેખાય છે. તે બિલ્ડિંગના છઠ્ઠા માળે જોવા મળી હતી. હુમલાખોરે ભાગી જવા માટે સીડીનો ઉપયોગ કર્યો. પોલીસે ઘરમાં બળજબરીથી ઘૂસવા અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે.