નોઈડા: હાલના દિવસોમાં ચારેતરફ પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા થઈ રહી છે. સીમા હૈદર દરેક જગ્યાએ દેખાઈ રહી છે. હવે સીમા હૈદર પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે. જેનું પ્રથમ પોસ્ટર મેકર્સે જાહેર કર્યું છે. આ ઉપરાંત ફિલ્મનું પ્રથમ ગીત પણ તૈયાર થઈ ગયું છે. જેને બે દિવસ એટલે કે 20 ઓગસ્ટ સુધીમાં રિલીઝ થઈ જશે.
સીમા હૈદર અને નોઈડાના સચિન મીણાના પ્રેમની હાલમાં ચારેતરફ ચર્ચા થઈ રહી છે. આ કહાનીના પ્રોડ્યૂસર અમિત જાની પડદા પર બતાવવા જઈ રહ્યા છે. ફિલ્મમાં એક્ટ્રેસ ફરહીન ફલક સીમા હૈદરનું પાત્ર નિભાવતી જોવા મળે છે. આ ફિલ્મના નિર્દેશક ભરત સિંહ કરી રહ્યા છે.
સીમા હૈદરની ફિલ્મ કરાચી ટૂ નોઈડાનું પ્રથમ ગીત 20 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. પ્રોડ્યૂસર અમિત જાનીએ ખુદ ટ્વિટર પર તેનું પોસ્ટર જાહેર કર્યું છે. ગીતને પ્રીતિ સરોજે ગાયું છે અને લિરિક્સ પ્રોડ્યૂસર અમિત જાનીએ લખ્યું છે. આ ફિલ્મને જાની ફાયરફોક્સના બેનર બનાવવા જઈ રહ્યા છે.
કરાચી ટૂ નોઈડા ફિલ્મનું જે પ્રથમ પોસ્ટર જાહેર થયું છે, તેમાં સીમા હૈદરના ત્રણ લુક દેખાડ્યા છે. એક્ટ્રેસ ફરહીન ફલકનો લુક સીમા હૈદર સાથે મળતો આવે છે. એક લુકમાં તે હિજાબમાં દેખાઈ રહી છે. બીજા લુકમાં વાળ ખુલા છે અને ચહેરા પર પરેશાની દેખાઈ રહી છે. જ્યારે ત્રીજા લુકમાં સીમા હૈદર સાડીમાં દેખાઈ રહી છે. માથા પર સાડીનો પાલવ અને બિંદી લગાવેલી છે.