સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યક્તિના વિવિધ દસ્તાવેજો ચકાસી રજીસ્ટર નિભાવવા અંગે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ તરફથી પ્રસિધ્ધ કરાયેલું જાહેરનામું

ગોધરા,પંચમહાલ જીલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં પંચમહાલ જીલ્લામાં આવેલ તમામ મોબાઈલ/સીમકાર્ડ ડિસ્ટ્રીબ્યુટર/રીટેઇલર વિક્રેતાઓ દ્વારા મોબાઇલ સીમકાર્ડ તેમજ જુના-નવા મોબાઇલ ફોન ખરીદ-વેચાણ કરતી વખતે સીમકાર્ડ તથા મોબાઇલ ફોન ખરીદનાર-વેચનાર વ્યક્તિનું માન્ય ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો વગેરે દસ્તાવેજો ચકાસવા તેમજ સીમકાર્ડ તેમજ મોબાઇલ ખરીદ-વેચાણ સંદર્ભમાં ખરીદ-વેચાણ કરનારના નામ સરનામાની માહિતીનું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવા હુકમ ફરમાવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા.06/12/2023 સુધી કરવાની રહેશે.

ઉકત જાહેરનામામાં દર્શાવ્યા મુજબ મોબાઇલ ખરીદતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી.પ્રૂફ વગેરેની વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.

તદ્ઉપરાંત, નવા/જુના મોબાઇલ વેચતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, મોબાઇલ ફોનની વિગત/કંપની, IMEI નંબર, મોબાઇલ વેચનાર/ખરીદનારના નામ, સરનામાની વિગત અને આઇ.ડી. પ્રુફની વિગત વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.

તેવી જ રીતે, નવું સીમકાર્ડ વેચતી વખતે વેપારીએ અનુક્રમ નંબર, સીમકાર્ડની વિગત/કંપનીનું નામ, સીમકાર્ડ નંબર, સીમકાર્ડ ખરીદનારના નામ, સરનામાની વિગત, આઇ.ડી.પ્રૂફ અને સીમકાર્ડ ખરીદનારની સહી વગેરે વિગતો દર્શાવતું નિયત નમૂનામાં રજીસ્ટર નિભાવવાનું રહેશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ188ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે પંચમહાલ જીલ્લામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરી પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.