અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) ની શહેલગાહ માટે સીપ્લેનમાં જનાર મુસાફરો માટે સારા સમાચાર છે. સરકાર દ્વારા સીપ્લેનનું વન-વે ભાડું રૂ.4800 નક્કી કરવામાં આવ્યુ હતું જેમાં ધરખમ ઘટાડો કરી રૂ.1500 નક્કી કરવામાં આવ્યુ છે. જેનું બુકીંગ આગામી 30 ઓક્ટોબરથી www.spiceshuttle.com પરથી કરી શકાશે.
31 ઓક્ટોબરે પીએમ મોદીના હસ્તે સી પ્લેનના ઉદઘાટનના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અગાઉ સીપ્લેનનું વન-વે ભાડું 4800 નક્કી કરાયું હતું. આમ એક તબકકે અમદાવાદીઓને આ ભાડું પરવડશે કે કેમ તે મુદ્દે અનેક અટકળો બાદ ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં ભાડા ઘટાડવાનું નક્કી કરાયુ હતું.
ઉડાન યોજના અંતર્ગત સીપ્લેનમાં મુસાફરોને આકર્ષવા વન-વે ભાડું ફક્ત રૂ. 1500 રાખવાનો નિર્ણય લેવાયો હતો. 12 મુસાફરો સાથે 3 ક્રુ મેમ્બર સાથે એમ 17 સીટર ટ્વીન ઓટ્ટર 300 સિરિઝનું સીપ્લેન અમદાવાદથી કેવડિયા માટે દિવસમાં બે વખત ઉડાન ભરશે. ત્યારબાદ મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો ઉડાન વધારવામાં આવશે.
આમ આ પ્રોજેક્ટથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. ગુજરાતના ટૂર ઓપરેટરો સ્ટેચ્યુઓફ યુનિટીના પેકેજમાં સી પ્લેનનો પણ સમાવેશ કરી લેવામાં આવશે. આમ બંને દિશાઓમાં સીપ્લેન કુલ ચાર વખત ઉડાન ભરશે. આવતીકાલે સવારે સાબરમતી રિવરફ્રન્ટ પર ગ્રાન્ડ રિહર્ષલ કરવામાં આવશે. હાલમાં વિદેશથી એક જ એરક્રાફ્ટ આવ્યુ છે.
કંપનીનો દાવો છે કે સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત સ્પાઇસ શટલ દ્વારા ઓપરેટ થનાર સી પ્લેન ઉડાનમાં સલામત અને દુનિયાભરમાં સૌથી વધુ લોકપ્રિય છે. એટલું જ નહીં વિમાનમાં શોર્ટ ટેકઓફ-લેન્ડીંગ અને પેલોડ ક્ષમતા છે. વિમાનનું નિયમીત મેઇન્ટેન્સ,ઓવરહોલિંગ અને સીટ રિફબિર્શમેન્ટ થાય છે તથા એરવર્થીનેશ સર્ટિફિકેટ ધરાવે છે.
સી-પ્લેનનો શેડ્યુલ | ||
ડેસ્ટિનેશન | ડિપાર્ચર | એરાઇવલ |
અમદાવાદ-કેવડિયા | 10:15 | 10:45 |
કેવડિયા-અમદાવાદ | 11:45 | 12:15 |
અમદાવાદ-કેવડિયા | 12:45 | 13:15 |
કેવડિયા-અમદાવાદ | 15:15 | 15:45 |