સીઝનમાં પહેલી જીત બાદ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો

મુંબઇ, દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ઈન્ડિયન પ્રીમિયર લીગ મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કરાણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રવિવારે રમાયેલી આ મેચમાં દિલ્હીએ વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈને ૨૦ રને હરાવ્યું હતું.

દિલ્હી કેપિટ્લ્સની ખુશી વધુ સમય માટે ન ટકી કારણ કે, તેના પર મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન પંત પર આ દંડ સીએસેકેની મેચ દરમિયાન સ્લો ઓવર નાંખવા બદલ ફટકારવામાં આવ્યો છે. પંતનો સ્લો ઓવરને લઈ આ સીઝનનો પહેલો દંડ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મેચ દરમિયાન દિલ્હી કેપિટલ્સની ટીમ નિર્ધારિત સમયની અંદર પોતાની ૨૦ ઓવર પુરી કરી શકી ન હતી અને નક્કી કરેલા સમયથી ૩ ઓવર પાછળ ચાલી રહી હતી. આ કારણે દિલ્હી કેપિટ્લ્સને છેલ્લી ૨ ઓવરમાં ૫ના સ્થાને ચાર ખેલાડીઓ ૩૦ ગજની બહાર ઉભા હતા. દિલ્હીની આ ભૂલનો ફાયદો ઉઠાવી એમએસ ધોનીએ છેલ્લી ઓવરમાં ૨૦ રન બનાવ્યા હતા.

આઈપીએલ ૨૦૨૪માં આ બીજી ટીમ છે જેના પર સ્લો ઓવરને લઈ ટીમના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. આ પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલને પણ લાખો રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંદાજે ૧૫ મહિના બાદ મેદાન પર પરત ફર્યા બાદ પંતે સીએસકે વિરુદ્ધ શાનદાર અડધી સદી ફટકારી હતી. સીએસકે વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. તેમણે આ અડધી સદી ૩૧ બોલમાં ફટકારી હતી. મેદાન પર પરત ફર્યા બાદ પંતની પહેલી આ અડધી સદી છે. ૩૨ બોલમાં તેના બેટમાંથી ૪ ચોગ્ગા અને ૩ સ્ક્સિ આવી હતી.