શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષ દ્વારા શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના અભ્યાસ ને લઈ ઠપકો આપી શાળાના વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત શિક્ષણ આપવા ટકોર કરી

શહેરા તાલુકાના કવાલી ગામમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના અભ્યાસ ની વાસ્તવિક પરિસ્થિતિને લઈ ચિંતિત થતાં ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષ દ્વારા શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના અભ્યાસ ને લઈ ઠપકો આપી શાળાના વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત શિક્ષણ આપવા ટકોર કરી હતી. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામમાં શાળા પ્રવેશોત્સવમાં ગુજરાત વિધાનસભાનાં ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા.જ્યાં તેઓએ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોનું અક્ષરજ્ઞાન તેમજ વાંચન જ્ઞાનની ચકાસણી કરી હતી.જેમાં વિદ્યાર્થીઓ ને પાઠ્યપુસ્તક માં લખેલું વાંચવા જણાવતા વિદ્યાર્થીઓને તકલીફ પડી હતી.જેને લઇ ઉપાધ્યક્ષ દ્વારા શાળાના શિક્ષકોને ઠપકો પણ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.રાજ્યમાં હાલ નવા શૈક્ષણિક સત્ર વર્ષ 2023-24 ની શરૂૂઆત થવા પામી છે.ત્યારે સમગ્ર રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવી રહ્યો છે.ત્યારે આજ રોજ પંચમહાલ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ ઉત્સવ યોજવામાં આવી રહ્યા છે.જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કવાલી ગામમાં આજ રોજ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગુજરાત વિધાનસભા નાં ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.જેમાં ઉપાધ્યક્ષ દ્વારા શાળા પ્રવેશોત્સવ દરમિયાન કવાલી ગામની પ્રાથમિક શાળાના બાળકોનું અક્ષરજ્ઞાન તેમજ વાંચનજ્ઞાનની ચકાસણી કરી હતી.જેમાં શાળાના ધો.2 અને 3 નાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકમાં લખેલું વાંચવા જણાવતા કેટલાક વિદ્યાર્થીઓને વાંચનમાં ભારે તકલીફ પડી હતી.ત્યારબાદ ઉપાધ્યક્ષ દ્વારા ક્લાસરૂૂમ નાં બ્લેક બોર્ડ ઉપર લખીને બાળકોને વાંચન માટે જણાવ્યું હતું.તે સમયે પણ વિદ્યાર્થીઓને વાંચન માં ભારે તકલીફ પડી હતી.જેથી વિદ્યાર્થીઓની અભ્યાસની વાસ્તવિક પરિસ્થિતિથી ચિંતિત થઈ તે અંગે શાળાના શિક્ષકોને ઠપકો આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે બીજી બાજુ શાળાના શિક્ષકોને શાળાના વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત શિક્ષણ આપવા ટકોર કરી હતી. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વિધાનસભા નાં ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા તાલુકાના કવાલી ગામમાં આવેલી આંગણવાડી ની પણ મુલાકાત લીધી હતી.જેમાં આંગણવાડીના બાળકો તેમજ સગર્ભા માતાઓ ને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા યોજનાકીય લાભો મળે છે કે કેમ તે અંગે પણ તેઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી.