રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ અંગે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થવા પામી છે. આ મામલે હાઈકોર્ટે ટકોર કરી હતી કે અગાઉ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. જે બાબતે સરકારે કહ્યું હતું કે, અગાઉ ડિમોલશનની નોટિસ આપી હતી. હાઈકોર્ટે આ મામલે કહ્યું કે શું આ મામલે અધિકારીને જાણ હતી. તેમજ કેટલાક લોકો સામે કાર્યવાહી કરી શાતિ ન માનવી. કમિશ્ર્નનર તેમના કામ સિવાય અન્ય કામ કરી શકે નહી. કોર્ટ રિપોર્ટ જોઈને ઓર્ડર કરશે.
તેમજ શાળાઓ બંધ કરવી તે ઉપાય નહી નિયમ નહી. તેમજ લોકોને નિયમ પાળતા કરો. ફાયર સેફ્ટીનાં સાધનો વસાવવા, ચલાવવા તાલીમ આપવી. તેમજ ફાયર સેટીને લઈને પ્રોવિઝન શું છે. તેમજ તેની પ્રક્રિયા શું અને પૂરતો સ્ટાફ છે કે નહી? જે બાબતે વકીલ એસોસિયેશન દ્વારા કહ્યું હતું કે કેટલાક ફાયર સ્ટાફ પાસે પૂરતી લાયકાત નથી. તેમજ SIT રિપોર્ટ ઉપરથી એક્શન લો. તેમજ બાદમાં ફેક્ટ ફાઈન્ડિંગ ઈક્ધવાયરી કરો.
રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી. ૧૫૦ ફૂટ રિંગ રોડ પરની ઓફીસનું સીલ તોડી SIT એ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એસઆઈટીને રૂપિય ૫ કરોડની રોકડ મળી હતી. તેમજ એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ત્યારે તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ વન તરીકે ફરજ બજાવતા તત્કાલીન ટીપીઓ સામે રાજકોટ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ એસીબીની ટીમ દ્વારા તાત્કાલીક એસીબીની ટીમ દ્વારા રાજકોટનાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ સાગઠીયાની ઓફીસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ઓફીસનું સીલ ખોલી તેમાં તપાસ હાથ ધરતા ઓફીસમાંથી ૫ કરોડ રૂપિયા રોકડા તેમજ કરોડોની કિંમતનાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેમજ એસીબીને ૩ જેટલા બોક્સમાંથી સોનું, રૂપિયા તેમજ અનેક અગત્યનાં દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારે તપાસમાં હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા છે.