સ્કૂલ વર્ધી માટેના વાહનો માટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવે છે

  • ડ્રાઈવીંગ લાયસન્સ, નંબર પ્લેટ સહિત અન્ય વાહનના માન્ય દસ્તાવેજો અમલી હોવા ફરજીયાત.

આર.ટી.ઓ કચેરી, નડિયાદ દ્વારા ખેડા જીલ્લાની તમામ જાહેર જનતાને તેમજ શાળા/કોલેજના સંચાલકોને જણાવવામાં આવે છે કે, સરકારના મોટર વ્હીકલ એકટ-1988 મુજબ સ્કૂલના બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો(ઓટો રિક્ષા,સ્કૂલ વાન કે અન્ય વાહનો) હમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ(પીળી નંબર પ્લેટ વાળા) હોવા જરૂરી છે. તેમજ આ વાહનના માન્ય દસ્તાવેજો જેવાકે પરમીટ, વીમો, પી.યુ.સી તથા ફિટનેશ અમલી હોવા જરૂરી છે. વધુમાં આ વાહનના ચાલક અધિકૃત લાયસન્સ ધરાવતો હોવો જરૂરી છે.

તદુપરાંત સ્કૂલવર્ધી માટે વપરાતી ઓટો રિક્ષા/વાન તથા અન્ય વાહનોમાં અધિકૃત CNG/LPG કીટ ફિટ કરાવેલ હોય તો આ વાહનોના CNG/LPG ટેન્કનું Gas cylinder Rules-2016 ના નિયમ-35 તથા IS-15975 ની હાલની જોગવાઈ મુજબ CNG વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્ક ને 03 (ત્રણ ) વર્ષ તેમજ LPG વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને 05 વર્ષે હાઈડ્રો- ટેસ્ટ નિયમીત કરાવવી જરૂરી છે, તેમજ વાહનમાં નિયત સંખ્યા કરતાં વધુ બાળકો બેસાડી શકાશે નહિ.

આ બાબતોની શાળામાં અભ્યાસ કરતાં બાળકોના હિતમાં જાહેર જનતાએ તેમજ શાળા/કોલેજના સંચાલકોને નોંધ લેવા તથા વધુ માહિતી માટે આર.ટી.ઓ કચેરી, નડિયાદનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદની અખબારી યાદીમાં જણાવેલ છે.