દાહોદ, ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ ધ્વારા શાળા સલામતી સપ્તાહનુ આયોજન શાળા કક્ષા એ આપત્તિ અંગે ની જાગૃતી તથા આપત્તિઓ સામે રક્ષણ માટે ક્ષમતા વર્ધન કરવા શિક્ષકો તથા વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતી ફેલાય તે હેતુથી તાલીમ અમલમાં મુકવામાં આવી. જેના અનુસંધાનમાં આજરોજ તા.31.01.2024 ના રોજ ડિઝાસ્ટર શાખા કલેકટર કચેરીના ડી.પી.ઓ. વિરલ ક્રિશ્ચન, સ્ટેશન ફાયર ઓફિસર દિપેશ.આર.જૈન, ફાયર ફાયટર સંજય પી. પટેલ, જગદીશ કે. ભુરીયા ધ્વારા સવારના 11.00 કલાકે પડાવ પ્રાથમિક શાળામાં 200 જેટલા વિધાર્થીઓ તથા શિક્ષકોને અને બપોરે 1.00 કલાકે મુખ્ય પ્રાથમિક શાળા વાંદરિયા તા.જી.દાહોદમાં 150 જેટલા વિધાર્થીઓ તથા શિક્ષકોને પ્રાથમિક ધોરણે આગ ઓલવવાની પધ્ધતિઓ તેમજ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અનુસંધાને માર્ગદર્શન આપી વિધાર્થીઓને પ્રેકટીકલ બતાવી સંપુર્ણ માહિતી સમજાવવામાં આવી હતી.