શાળા પ્રવેશોત્સવ : મહીસાગર જીલ્લા: ખાનપુર તાલુકાના ગામોમાં ઊજવાયો શાળા પ્રવેશોત્સવ

  • મહીસાગર જીલ્લાના મેડાના મુવાડા ગામે બાળકોને મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ઉપસચિવએ શાળા પ્રવેશ કરાવ્યો

સમગ્ર રાજ્યમાં ત્રીદીવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024નો પ્રારંભ થયો છે. ત્યારે આજે બીજા દિવસે મહીસાગર જીલ્લાના તમામ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ઉપસચિવ જયેશકુમાર લેઉઆની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ખાનપુર તાલુકાના ગામોમાં શાળા પ્રવેશોત્સવ ઊજવાયો હતો. ઉપસચિવ જયેશકુમાર લેઉઆએ મેડાના મુવાડા ગામે ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. ઉપસચિવ જયેશકુમાર લેઉઆએ તમામ બાળકોને શુભકામનાઓ પાઠવી હતી

ખાનપુર તાલુકાના મેડાના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં આંગણવાડી 01, બાલવાટિકા- 31, ધોરણ 1માં 06 મળી 38 ભૂલકાંઓનું શૈક્ષણિક કિટ આપીને સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો

આ પ્રસંગે શાળાઓમાં ભૂલકાંઓનું શૈક્ષણિક કિટ આપીને સ્વાગત કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વધુમાં સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોને હસ્તે સન્માનિત કરાયા હતા.શાળાના ડિજીટલ વર્ગખંડની મુલાકાત લેવામાં આવી હતી. મહાનુભાવોના હસ્તે મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પના પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ ઉપરાંત પ્રાથમિક શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

શાળા પ્રવેશોત્સવની શરૂઆતમાં શાળાનાં બાળકો દ્વારા સુંદર સ્વાગત ગીત તથા નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે બી.આર.સી., સી.આર.સી., મેડાના મુવાડા ગામના અગ્રણી, શાળાના આચાર્ય, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.