
બોમ્બે હાઈકોર્ટનો નિર્ણય શાળાઓ અને કોલેજોમાં બુરખા-હિજાબ પહેરવાની પરવાનગીની માંગ કરતી અરજી પર નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઈકોર્ટે શાળા અને કોલેજોમાં બુરખા-હિજાબ પહેરવાની પરવાનગી માંગતી અરજીને ફગાવી દીધી છે.કોર્ટે કહ્યું કે કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ યોગ્ય છે. મહત્વનું છે કે ચેમ્બુરની આચાર્ય-મરાઠા કોલેજે ડ્રેસ કોડ દ્વારા હિજાબ પર પ્રતિબંધ લાગુ કર્યો હતો. જેની સામે કોલેજની ૯ વિદ્યાથનીઓએ આ મુદ્દો બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ બોમ્બે હાઇકોર્ટે અરજી ફગાવી દીધી.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે હિજાબ પર પ્રતિબંધ ધામક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. જોકે કોલેજ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં કરાયેલા આક્ષેપોને સખત રીતે નકારી કાઢ્યા હતા. કોલેજે જણાવ્યું હતું કે કોઈ ધામક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી, કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે સમાન નિયમો લાગુ થશે.
ખંડપીઠે કહ્યું કે અમે આ નિર્ણયમાં દખલગીરી કરવા માટે તૈયાર નથી. આ પિટિશન ફગાવી દેવામાં આવે છે.મહત્વનું છે કે જૂનથી શરૂ થતા શૈક્ષણિક સત્રમાં ડ્રેસ કોડ અમલમાં આવવાનો હતો. જે નિર્ધારિત કરે છે કે કૉલેજની અંદર બુરખા, નકાબ, હિજાબ અથવા કોઈપણ ધામક ઓળખ જેમ કે બેજ, ટોપી અથવા સ્ટોલ્સને મંજૂરી આપવામાં આવશે નહીં. છોકરાઓ માટે ફૂલ અથવા હાફ શર્ટ અને ટ્રાઉઝર સૂચવવામાં આવે છે, જ્યારે છોકરીઓ કૉલેજ કેમ્પસમાં કોઈપણ ભારતીય/પશ્ર્ચિમી બિન-પ્રદશત ડ્રેસ પહેરી શકે છે.