દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (State bank of india) એટલે કે SBIએ હોમ લોન અંગે મોટી જાહેરાત કરી છે. SBI હોમ લોન પર મોનસુન બ્લાસ્ટ ઓફર લઈને આવી છે. આ અંતર્ગત 31 ઓગસ્ટ સુધી લોન લેવા પર કોઈ પ્રોસેસિંગ ફી લેવામાં આવશે નહીં. આશરે 0.40 ટકા હોમ લોન પ્રોસેસિંગ ફી તરીકે જમા થાય છે. આ માફી આપવાથી દેવાદારોને મોટી રાહત મળશે.એસબીઆઈની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, પ્રોસેસિંગ ફી માફી 19 જુલાઈથી લાગુ કરવામાં આવી છે. જે 31 ઓગસ્ટ સુધી ચાલશે. SBI હાલમાં દેશમાં સૌથી સસ્તી હોમ લોન આપી રહી છે. હોમ લોન માટે વ્યાજ દર 6.70 ટકાથી શરૂ થાય છે. બેંકના મેનેજિંગ ડિરેક્ટર (R&DB) સીએસ શેટ્ટીએ જણાવ્યું હતું કે બેંકે મોનસુન ધમાકા ઓફર શરૂ કરી છે. પ્રોસેસિંગ ફી માફ કરવાથી હોમ લોન લેનારાઓમાં ઉત્સાહ વધશે.
તેની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, એસબીઆઇ હોમ લોન પર વ્યાજ દર ઓછો છે, પ્રોસેસિંગ ફી અન્ય બેંકો કરતા ઓછી છે. પ્રી-પેમેન્ટ માટે કોઈ દંડ નથી. આ સિવાય, ઉધાર લેનાર 30 વર્ષમાં લોનની ચૂકવણી પણ કરી શકે છે. તેનાથી તેની EMIપણ ઓછો થઇ જાય છે. મહિલાઓને વ્યાજ પર વધારાનો લાભ મળે છે.લોન લેનાર વ્યક્તિની ઉંમર વિષે વાત કરવામાં આવે તો ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ વય 70 વર્ષ હોઈ શકે છે. લોન લેનાર વ્યક્તિ ભારતીય નાગરિક હોવો જોઈએ. લોનની મુદત 30 વર્ષ સુધીની હોઈ શકે છે. બેંકની દેશભરમાં 24 હજારથી વધુ શાખાઓ છે. આ સિવાય 1600 થી વધુ લોકોની મજબૂત ટીમ હોમ લોન માટે સતત કામ કરે છે.