સાયલા ચોટીલા હાઈવે પર કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળક સહિત બે લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતનો એક પરિવાર માતાજીના દર્શન કરવા જસદણ નજીકના દહીંસરા ગામે જઈ રહ્યો હતો. ત્યારે સોમવારે સાયલા-ચોટીલા હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા અને ત્રણ માસના બાળકનું મોત થયું છે. સુરતના દહીસરા ગામે પરિવાર દર્શનાર્થે જતો હતો.
બીજી તરફ આ ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઇજાગ્રસ્તોને ૧૦૮ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અગાઉ સુરેન્દ્રનગર વડવાણ હાઇવે પર ડમ્પર ચાલકે ૪ વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ૬ લોકો ઘાયલ થયા છે. જ્યારે સદભાવના ટ્રસ્ટની મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત મોડલ સ્કૂલ પાસે રીક્ષા અને આઇશર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.