
સુરેન્દ્રનગર, સાયલા ચોટીલા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં કાકા ભત્રીજાના મોત નીપજ્યા છે. જ્યારે સાત લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યુ છે. લીંમડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જતા સમયે કારને અકસ્માત થયો હતો.
અકસ્માતમાં કારમાં સવાર કાકા ભત્રીજાના મોત થયા છે. જ્યારે ૭ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર છે. તમામ લોકો લીંબડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના મોત થયા છે. મૃતકના પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. બે જણાના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરાયા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા-ચોટીલા હાઈવે પર થોડા સમય અગાઉ ડોળીયા ગામ પાસે ખાનગી લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે અન્ય ત્રણ થી ચાર મુસાફરોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જે અંગે સાયલા પોલીસ મથકે ખાનગી બસનાચાલક ભેરૂસીંગ શીવસીંગ ચૌહાણ રહે.રાજસ્થાનવાળાએ ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના આણંદપુર ગામે સાસરીમાં બે સાઢુભાઈનો પરિવાર સાથે દિવસભર સાથે રહ્યા બાદ પરત જતાં હતા, ત્યારે સાંગાણી ગામ પાસે તેમની કારની બાજુમાંથી પસાર થતી ટ્રક અચાનક પલટીને મારી કાર પર પટકાઈ હતી. જેના કારણે કારમાં સવાર વઢવાણમાં રહેતા એક પરિવાર સહિત છ સભ્યોના સ્થળ પર જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.