સાવરકુંડલા નજીક કાર સળગી ઉઠતા બે લોકો આગમાં ભડથુ થયાં

સાવરકુંડલા નજીક હાથસણી રોડ પર ગુજરાત ગેસ ગોડાઉન પાસે સ્વીફટકારએ પલટી મારી અને સળગી ઊઠી હતી. ગાડીમાં ફક્ત બે વાહન ચાલક હતા જે આગમાં ભડથું થઈ ગયા હતા.પૂરપાટ ઝડપે આવતી આ ગાડી ધડાકા ભેર અથડાતા આગ લાગી ગઈ હતી.૧૦૮ પોલીસ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી સળગતી ગાડીને ફાયરની ટીમે આગ બુજાવી હતી. ગાડી અમરેલી જિલ્લાની સ્વીફટ હોવાનું નંબર પ્લેટ ઉપરથી અનુમાન છે. ગાડી નંબર જીજે ૧૪ બીએ ૮૩૩૫ હોવાનું નંબર પ્લેટ ઉપરથી દેખાય છે

પ્રાપ્ત માહિતી મુજબ ગાડી નંબર સ્વીટ ડિઝાયર જીજે ૧૪ બીએ ૮૩૩૫ હાથસણી રોડ પર સળગતી જ જોવા મળી છે અને તેમાં ૨ વ્યક્તિ હતા તેવી માહિતી મળી છે! બંને વ્યક્તિનું ભડથું થતા મોત થયું તેવી માહિતી મળી રહી છે. હાથસણી રોડ ઉપર નાળા સાથે અથાડતા ગાડી પાલટી ખાઈને ઊંધી પડી અને આગ લાગી અંદર બે વ્યક્તી હતા વધુ તપાસ શરુ છે.