અમદાવાદ,અમદાવાદના ખાનગી બસ સંચાલકોને કોર્ટનો ઝાટકો લાગ્યો છે. ખાનગી બસ સંચાલકોની અપીલને હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે આદેશ આપ્યો છે કે સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી ખાનગી બસ સંચાલકોની બસ શહેરમાં આવી નહી શકે.
કોર્ટે સવાલ કર્યો હતો કે છેલ્લા ૧૮ વર્ષમાં શું કોઈ સ્થિતિ બદલાઈ નથી. કોર્ટે જણાવ્યું હતું કે તે સમયે શહેરમાં વાહનોની જંગી ફોજ ન હતી, તેથી લક્ઝરી બેરોકટોક આવે ત્યારે તે સમયે કોઈને વાંધો ન હતો. હવે શહેરમાં દ્વિચક્રી વાહનોનો કાફલો છે. આ સંજોગોમાં કમસેકમ ઓફિસ ટાઇમમાં તો મોટા અને ભારે વાહનો ચલાવવા શક્ય નથી. તેના લીધે અકસ્માત પણ વયા છે.