સવારે 10 વાગે ફતેપુરાથી “વિશેષ જનસંપર્ક અભિયાન”ની થઈ શરૂઆત

  • દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તા.02/06/2023 ને શુક્રવારના રોજથી “વિશેષ જનસંપર્ક અભિયાન” ની શરૂઆત ફતેપુરાના દૂધ શિત કેન્દ્ર થી કરવામાં આવી હતી.

દાહોદ,તા. 30 મે, 2023 ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકાર 9 વર્ષ પુર્ણ કરેલ. આ પ્રસંગે 30 મે 2023 થી 30 જુન 2023 સુધી ભાજપ સંગઠન દ્વારા વિવિધ કાર્યક્રમ તમામ જીલ્લા, મંડળ, શક્તિકેન્દ્ર અને બુથ ઉપર આયોજીત કરવામાં આવનાર છે તથા વિશેષ જનસંપર્ક અભિયાન લોકસભા ક્ષેત્રોમાં યોજવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ગરીબ, શોષિત અને વંચિતોના કલ્યાણ માટે સમર્પિત છે. જ્યારે દેશનું ગૌરવ વિશ્ર્વ કક્ષાએ સતત વધી રહ્યુ છે, તે સમયે ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રાથમિકતાના આધારે પ્રસ્થાપિત થતો આપણે સૌ જોઈ રહ્યા છીએ, આધારભુત માળખાને મજબુત કરીને નવા ભારતના સ્વપનને સાકાર કરી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત આખા દેશમાં વ્યાપક જનસંપર્ક, લાભાર્થી સંપર્ક, સમાજના વિવિધ વર્ગો સાથે સંપર્ક, વરિષ્ઠ કાર્યકર્તા સંપર્ક વગેરે જેવા લોકસભા, વિધાનસભા અને બુથ સ્તરના કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે, જેના માધ્યમથી “મોદી સરકાર”ની નીતિઓ અને ઉપલબ્ધિઓને જનતા સુધી પહોચાડવામાં આવશે. જે અભિયાન અંતર્ગત તારીખ 1 જુન થી 8 જુન દરેક વિધાનસભા મત વિસ્તારના પ્રભાવશાળી વ્યક્તિઓ/વિશિષ્ટ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવશે.

1 જુન થી 20 જૂન “વિકાસ તીર્થ” જે વિસ્તારોમાં વિકાસ કાર્ય થઈ રહ્યા છે અને થઈ ગયા છે. તે સ્થાનોની મુલાકાત લેવાનું આજથી શરૂ કર્યું હતું અને પ્રજા સાથે સંવાદ કાર્યક્રમના ભાગરૂપે ઘર ઘર જનસંપર્ક કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. જેમાં આજે બલૈયા ગામે ગાયત્રી પરિવારના રામુભાઇ પ્રજાપતિના ઘરે મુલાકાત લીધી હતી અને તેમના ઘરે તેમના પરિવારમાં તેમના પત્ની નંદુબેન તેમના પરિવારના સભ્યો અને પાડોશીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર પછી તેઓ સલરા ગામે પૂજ્ય મિતા દિદી અને પૂર્વી દીદીને મળ્યા, ઘુઘસમાં શૈલેષભાઈ પારગીને મળ્યા, મોટી રીલમાં દિલીપ પારગી, વાગડમાં સરદાર મછાર, મારગાળા, લખણપુર, હિરોલા અને ચમારિયા ગામે જન સંપર્ક કરવા તેમના ઘરે દાહોદ જીલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર, જીલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, મહામંત્રી નરેન્દ્ર સોની તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી લોકોને સરકારની માત્ર ઉપલબ્ધિઓ નહિ પરંતુ યોજનાઓને લોકો સુધી પહોચાડવાનો હેતુ છે અને આ જન સંપર્ક થકી લોકોની લાગણીઓ સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરી તેમના પણ પ્રશ્ર્નનો હલ કરવાનો છે. આજે વેહલી સવારથી સાંસદ જસવંતસિંહ ભાભોર અને જીલ્લા ટીમ ફતેપુરા અને સંજેલીમાં જનસંપર્ક યાત્રા થકી જનસંપર્ક શરૂ કર્યો હતો અને તેમને આ યાત્રામાં ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.