
સ્વામિનારાયણ સંપ્રદાય વધુ એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતે સ્વામીનો કથિત વાઈરલ વીડિયોના કારણે સંપ્રદાય ચર્ચામાં આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામે સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીનો કથિત વીડિયો વાઈરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં ગુરુકુળના ખજાનચીને ભગવાધારી યુવાન સાથે કથિત રીતે કામલીલા કરતા દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયો વાઈરલ થતાં જ સનાતની સમુદાયમાં ભારે આક્રોશ ફેલાયો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી સ્વામીને બરતરફ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો 8થી 9 મહિના જૂનો હોવાનો દાવો ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ગુરુકુળના સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ સોશિયલ મીડિયામાં વધુ એક સ્વામીનો કથિત વીડિયો વાઈરલ થતા વીડિયોમાં દેખાતા સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને લાંછન લગાડ્યું છે. આ વાઈરલ વીડિયો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામે ગુરુકુળના ખજાનચી સ્વામીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વીડિયોમાં દેખાતા સ્વામી એક યુવાન સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવામાં આવી રહ્યા છે.
વાઈરલ વીડિયો લગભગ 8થી 9 મહિના જુનો છે: ટ્રસ્ટી મંદિરના ટ્રસ્ટી મયુરભાઈ શીંગાળાએ જણાવ્યું હતું કે, વાઈરલ થયેલો વીડિયો લગભગ 8થી 9 મહિના જુનો છે. વાઈરલ વીડિયો અમારી ધ્યાનમાં આવતા અમે તે સાધુને સાધુભ્રષ્ટ કરી બરતરફ કરી દેવામાં આવ્યા છે. હાલ તેઓ ક્યાં છે એ અમને ખબર નથી. સંપ્રદાય વિરૂદ્ધ કૃત્ય કર્યું હોવાથી તેમને સાધુ પદેથી હટાવી તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યા છે.
ભૂલ સ્વિકારતા તેમને સાધુ પદેથી હટાવી દેવાયા છે: ટ્રસ્ટી વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે એમને પૂછપરછ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, હા મારાથી આ ભૂલ થઈ ગઈ છે. જેથી અમે તેમને ટ્રસ્ટીઓએ નક્કી કરી દૂર કરી દીધા છે. આ વિદ્યાર્થી કોણ છે એ અમને ખબર નથી. સ્કૂલના કોઇ વિદ્યાર્થી કે વાલી અને સ્ટાફમાંથી કોઇ ફરિયાદ મળી નથી. સંપ્રદાયને લાંછન લાગે તેવું કૃત્ય હોવાથી અમે તેમને તાત્કાલિક દૂર કરી દીધા છે.