મુંબઇ,રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી છગન ભુજબળની માંગણીને સફળતા મળી છે. દેશમાં ી શિક્ષણની ભાવના જગાવનાર અને બહુજન માટે શિક્ષણના દરવાજા ખોલનાર ક્રાંતિસૂર્ય મહાત્મા જ્યોતિબા ફુલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત ફિલ્મ ‘સત્યશોધક’ને કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.
રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રી છગન ભુજબળે આ નિર્ણય માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો આભાર માન્યો હતો. છગન ભુજબળે સરકાર પાસે ફિલ્મ સત્યશોધકને ટેક્સમાં છૂટ આપવાની માંગ કરી હતી.
છગન ભુજબળની માગણી બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારે હકારાત્મક વલણ અપનાવ્યું હતું અને કેબિનેટની બેઠકમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ મુજબ બુધવારે મંત્રાલયમાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ફિલ્મ સત્યશોધકને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફિલ્મો પર લાગતા ૧૮ ટકા ય્જી્માંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને ૯ ટકા મળે છે. કેબિનેટની બેઠકમાં રાજ્યને કારણે ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.