પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત સ્વચ્છતા અભિયાન અન્વયે પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ ની સુચના અનુસાર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાના માર્ગદર્શનમાં સપ્તાહમાં એક કલાક શ્રમદાન અંતર્ગત લુણાવાડા શહેરમાં પાંજરાપોળ વિસ્તારમાં ભાજપના હોદ્દેદારો કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદિપસિંહ રાઠોડ,શહેર ભાજપ પ્રમુખ હિમાંશુ શાહ, શહેર મહામંત્રી યોગેશ ભોઈ, પૂર્વ જિલ્લા ભાજપ મહામંત્રી મૂળજીભાઈ રાણા,પૂર્વ ભાજપ શહેર પ્રમુખ જીજ્ઞાસુભાઈ જાની, પાલિકા પૂર્વ પ્રમુખ બ્રિંદાબેન, નગરપાલિકાના પૂર્વ સભ્યો,સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : વીરભદ્ર સિસોદિયા