- રાત્રીના સમયે ક્ધટેનરમાં આગ લગાડીને ગંદકી દુર કરવાના પ્રયત્નો.
- માનવબળ અને ડીઝલ ખર્ચો બચાવવા માટે પાલિકા અને કોન્ટ્રાકરના કારસ્તાન.
- ડમ્પીંગ સાઈટમને બદલે સ્થળ પર જ ગંદકીનો નિકાલ કરી સ્વચ્છતાના ઉભા કરાતા દ્રશ્યો
- ખાણી પીણીની સામગ્રી સાથે ઘન પદાર્થ હોવાના કારણે ઝડપ થી સળગતા નથી
- ધુમાડાના ગોટેગોટા સજાતા રાહદારીઓ, વાહન ચાલકો તથા રહિશોને આંખમાં બળતરા
- સ્વચ્છતા માટે નિયમીત ક્ધટેનરો વાહન મારફતે ડમ્પીંગ સાઈટ પર લઈ જઈને યોગ્ય નિકાલ કરાય તેવી શહેરીજનોની માંગ.
ગોધરા,
ગોધરા શહેરમાં ઠેરઠેર કચરા માટેના ક્ધટેનર મુકવામાં આવેલા છે. પરંતુ પાલિકાની કે ખાનગી કોન્ટ્રાકટરની આ ક્ધટેનરને ડમ્પીંગ સાઈટ હમીરપુર ઠાલવવાના બદલે જાણે માનવબળ અને નાણાં બચાવવાનો પેતરો હોય તેમ રાતના સમયે આગ લગાડીને સ્થળ ઉપર જ ક્ધટેનરના કચરાનો નિકાલ કરવાની નીતિને લઈને ધુમાડા પ્રસરાતા રહિશોમાં નારાજગી વ્યાપી છે. સાથે સાથે સમયસર ક્ધટેનર ગંદકી થી ઉભરાય તે પૂર્વે તેને ખાલી કરવમાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ગોધરા શહેરમાં રોજીંદા વપરાશ બાદનો કચરો ગમે તેમ ફેંકવામાં ન આવવાની સાથે જાહેર સ્થળો એ તેના યોગ્ય નિકાલ માટે નગર પાલિકા દ્વારા ક્ધટેનર મૂકવામાં આવ્યા છે. જેમાં પાલિકા વિસ્તાર, તળાવ રોડ, બગીચા રોડ, ચર્ચ પાસે, બામરોલી રોડ, ભુરાવાવ, શહેરા ભાગોળ સહિતના જાહેર માર્ગો પર મૂકાયેલા ક્ધટેનરોમાં રોજીંદા આવતા જતાં લોકો તથા દુકાનદારો દ્વારા કચરો ઠાલવવામાં આવતા એક પ્રકારે ક્ધટેનરો ઉપયોગી નિવડી રહ્યા છે. ગોધરા શહેરને સ્વચ્છ રાખવામાં ફાળો આપનાર ક્ધટેનરો રોજેરોજ ભરાઈ જતાં હોય છે. અને વખતોવખત આ ગંદકીનો નિકાલ કરવામાં આવતો હોવાનું જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક સમય થી આ ક્ધટેનરોમાં ઠલવાતા ગંદકી-કચરાંને ઉઠાવામાં નગર પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા ઉદાસીનતા દાખવાઈ રહી છે. કારણ કે, રોજેરોજ ખાણીપીણી તથા નકામા કચરા ઠાલવવામાં આવતાં રોજેરોજ ભરાઈ ગયેલા ક્ધટેનરને ખાલી કરવામાં આવતાં નથી. મનસ્વીપણે ખાલી કરવામાં આવે છે.
અઠવાડિયા સુધી ક્ધટેનરો ખાલી કરવામાં ન આવતાં રોજેરોજ નવી ગંદકી ઠલવાઈને બહાર રસ્તા ઉપર ઉભરાઈ જાય છે. આ ઉભરાઈ ગયેલી ગંદકી રોડ ઉપર પથરાય છે. કારણ કે, ગાય, કુતરા જેવા પશુઓ મોં મારીને ખાવાનું શોધે છે. જેના કારણે ગંદકી રફેદફે થાય છે. ખાસ કરીને ખાવાની શોધમાં ગાય, કુતરા પ્લાસ્ટીક ખાતાં હોવાને લઈને તેઓ બીમારીમાં પટકાતા ધાર્મિક લાગણી દુભાઈ છે. એટલું જ નહીં પવન તથા વાહનોની અવરજવરના કારણે માર્ગ ઉપર પથરાયેલી ગંદકી આમ તેમ પ્રસરાતા આવતા જતાં રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે માટે અગાઉ વિવિધ વિસ્તારોમાંથી જાગૃત નાગરિકો દ્વારા સાફ સફાઈની માંગ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. ત્યારે છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં ગંદકી થી છલોછલ ઉભરાતા ક્ધટેનરોમાં આગ લગાડીને જાણે સ્વચ્છતા કરવાના પ્રયત્નો કરાતા પ્રજામાં આશ્ર્ચર્ય વ્યાપ્યું છે. શહેરવાસીઓ સ્વચ્છતા વેરાપે નાણાં પાલિકાને જમા કરાવે છે. અને આ નાણાં માંથી સ્વચ્છતા જાળવવાની જવાબદારી નગર પાલિકાની છે. નગર પાલિકા એ ડોર ટુ ડોર કલેકશન અને સ્વચ્છતા માટે ખાનગીૃ કોન્ટ્રાકટ નિમવામાં આવ્યા છે. આ ક્ધટેનરોને શહેર દુર આવેલા હમીરપુર ખાતે ઉભા કરવામાં આવેલ ડમ્પીંગ સાઈડ ઉપર ઠાલવવા માટે વાહનનો ઉપયોગ કરવો પડે છે. વળી, આ ક્ધટેનરોને લાવવા લઈ જવા માટે કર્મચારીની જર પડે છે. પરંતુ પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા માનવબળ અને ડીઝલ ખર્ચ તથા વાહનનો ધસારો બચાવવા માટે અંધારાના સમયે આવીને ક્ધટેનરમાંના કચરાને આગ લગાડી દેવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી આ ઉભરાતા આ ક્ધટેનરોના કચરાને યોગ્ય નિકાલ માટે ડમ્પીંગ સાઈટમાં લઈ જવાના બદલે જાણે સ્થળ પર જ નિકાલ કરીને ગંદકી દુર કરી સ્વચ્છતાના દ્રશ્યો ઉભા કરવા માટે આગ લગાડવામાંં આવે છે. પરંતુ ક્ધટેનરમાં ખાણી પીણીની સામગ્રી સાથે ઘન પદાર્થ હોવાના કારણે ઝડપ થી સળગતા નથી. પરંતુ માત્ર ધુમાડાના ગોટેગોટા સર્જાય છે. ધીરેધીરે ધુમાડાના ગોટેગોટા હવામાનમાં પ્રસરાઈને આસપાસથી પસાર થઈ રહેલા રાહદારીઓ, વાહન ચાલકો તથા રહિશોને આંખમાં બળતરા થતા હોવાની નારાજગી જન્મી છે. આમ, પાલિકા અને કોન્ટ્રાકટર દ્વાર માત્ર ડીઝલ બચાવવાના કારસ્તાના હોવાનું લોકો ચર્ચા કરી રહ્યા છે. જેથી પાલિકા એ સંપૂર્ણ પણે સ્વચ્છતા જાળવવી હોય તો નિયમીત ક્ધટેનરોના કચરાને વાહન મારફતે ડમ્પીંગ સાઈટ પર લઈ જઈને યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે. દેખરેખ માટે
કર્મચારીઓની અલાયદી ટીમ બનાવાઈ…
ગોધરા શહેરના વિવિધ વિસ્તારમાં મૂકાયેલા ક્ધટેનરોમાંના કચરાને રોજેરોજ યોગ્ય સ્થળે નિકાલ કરવો જોઈએ. નિયમિત પણે સ્વચ્છતા જાળવવી જોઈએ. જો આ પ્રકારે આગ લગાવીને નિકાલ કરાતો હોય તો અયોગ્ય છે. વળી, આ માટે રજુઆત થતાં પાલિકા એ તેની દેખરેખ માટે ર્મચારીઓની અલાયદી ટીમ બનાવવામાં આવી છે. :- સંજયભાઈ સોની, વિપક્ષી નેતા.