
અમરેલી,
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં છેલ્લા ઘણા સમયથી કોમશયલ દબાણ સતત વધી રહ્યું છે. અમરેલી રોડ, નદી બજાર, જેસર રોડ, નેસડી રોડ, દેવડા ગેઇટ સહિતના વિસ્તારોમાં મોટા પાયે દબાણ કરવામાં આવેલું છે. દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા ઉદભવી છે. પરિણામે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આજે તંત્રએ રાજ્ય સરકારની સૂચનાથી સાવરુકુંડલામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી છે. તંત્રએ મેગા ડિમોલિશનની કામગીરી માટે પોલીસ વિભાગ પાસે બંદોબસ્ત માંગ્યો હતો. ત્યારે ૪૦૦ જેટલી પોલીસ ફોર્સ અને સરકારી તંત્રના વિવિધ અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.
વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં કોર્પોરેશનના દબાણ ખાતાએ પોલીસ કાફલાને સાથે રાખીને દબાણ દૂર કરાયું હતું. મેયર કેયુર રોકડિયા અને સ્થાનિક કોર્પોરેટરને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહત્વનું છે કે વોર્ડ નંબર.૯ સયાજીગંજ વિધાનસભા મતવિસ્તારમાં આવે છે. જ્યાંના ધારાસભ્ય કેયુર રોકડિયા છે.