સાવરકરે જ મહાત્મા ગાંધીની હત્યા માટે ગોડસેને યોગ્ય ગન શોધવામાં મદદ કરી હતી: તુષાર ગાંધીનો આરોપ

મુંબઈ,

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી દ્વારા છેડાયેલ સાવરકર વિવાદમાં આજે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ ત્રણ ટવીટ કરીને સાવરકરએ ફક્ત બ્રિટીશરોને જ સહાયતા કરી ન હતી પરંતુ તેણે નથુરામ ગોડસેને મહાત્મા ગાંધીની હત્યા માટે યોગ્ય હથિયાર શોધવામાં પણ મદદ કરી હતી અને બાપુની હત્યાના બે દિવસ પહેલા ગોડસે પાસે કોઈ એવું હથિયાર ન હતું તે જેના કારણે મહાત્મા ગાંધીની હત્યા કરી શકાય.

૧૯૩૦માં પણ મહાત્માની હત્યા માટે અનેક પ્રયાસો થયા હતા અને પ્રબોધકર ઠાકરે કે જેઓ હાલના શિવસેનાના સ્થાપક બાલાસાહેબ ઠાકરેના પિતા હતા તેમણે પણ બાપુની હત્યાના કાવતરા અંગે અગાઉથી જ મહાત્માના સાથીદારને જાણ કરી હતી અને તેથી બાપુનો જીવન તે સમયે બચાવી શકાયુ હતું.