- ડાકોર ખાતે પૂનમના દિવસે સંત કબીર જયંતિના અવસર પર 25 હજાર લોકોને સેવાનો લાભ આપ્યો.
ડાકોર, રાજ્યમાં સખત ગરમી પડી રહી છે. ત્યારે આજે પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ડાકોર ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા. પંચમહાલ જીલ્લાના સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા સેવા થકી લોકોને ગરમીમાં ઠંડા પાણીનું વિતરણ કરાયું હતું.
સંત કબીર જયંતિના અવસર પર ઠંડા પાણીનું વિતરણ કરીને લગભગ 25 હજાર લોકોને ઠંડુ પાણી થકી સેવા કરી હતી.
આજે સાવન કૃપાલ રૂહાની મિશનના વર્તમાન વડા સંત રાજીન્દર સિંહજી મહારાજના રૂપમાં માર્ગદર્શન આપી રહ્યાં છે ત્યારે એ જ મહાન આધ્યાત્મિક વારસા સાથે સંત રાજીન્દર સિંહજી મહારાજ આધ્યાત્મિક યાત્રામાં નિપુણ છે તેઓ બતાવે છે કે ધ્યાન દ્વારા આપણે એ સ્થળે પહોંચી શકીએ છીએ જ્યાં સ્થાયી પ્રેમ, શાંતિ અને આશીર્વાદથી ભરપુર જીવનનો આનંદ મળે છે.
સાવન કૃપાલ રૂહાની મિશન માનવ સેવાને સમર્પિત સંસ્થા છે. જે નિયમિતપણે માનવ કલ્યાણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. જે અંતર્ગત સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા સંત દર્શન સિંહજી ધામ, બુરારી ખાતે કોવિડ કેર સુવિધાઓ સાથે 1000 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં આંખની તપાસ કેમ્પ, આર્થિક રીતે નબળા બાળકોને મફત શિક્ષણ અને ખાદ્ય સામગ્રીનું વિતરણ સહિત અનેક સામાજીક કલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.આ મિશન દ્વારા માનવ કલ્યાણ માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે. જે સમાજમાં નિસ્વાર્થ સેવા ભાવનાને પ્રોત્સાહન આપે છે.
સાવન કૃપાલ રૂહાની મિશનના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સમગ્ર વિશ્ર્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા તથા શાંતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. તેના ફળ સ્વરૂપ તેમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો તથા સન્માન ની સાથે સાથે પાંચ ડોક્ટરેટની ઉપાધિ પણ એનાયત કરવામાં આવી છે. મિશન સંપૂર્ણ વિશ્વમાં 3200 થી વધુ કેન્દ્ર સ્થાપિત છે. તથા મિશનનું સાહિત્ય વિશ્વની 55 થી વધુ ભાષાઓમાં પ્રકાશિત થયું છે. તેનું મુખ્ય મથક વિજયનગર, દિલ્હી છે અને આંતરરાષ્ટ્રીય નેપરવીલે,અમેરિકામાં સ્થિત છે.