સાવલી પાસે મહીસાગર નદીમાં બે આશાસ્પદ યુવાનોનું ડૂબી જવાથી મોત

વડોદરા,વડોદરાના સાવલી પાસે મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબી જતા તેમનું મોત નિપજ્યું છે. એનડીઆરએફની ટીમ તેમજ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી શોધખોળ કરી રહી છે.

યુવકો મહી નદીમાં મજા માણવા નદીમાં કૂદ્યા હતા પરંતુ મજા સજા બની જશે કદાચ તેમને ખબર નહોતી. આવી ઘટના વડોદરા જીલ્લાના સાવલીમાં બની છે. સાવલી પાસે મહીસાગર નદીમાં બે યુવકો પાણીમાં તણાતા મોત થયું છે. સ્થાનિકોને ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી મુજબ દીપક અને ધર્મેશ નામના બે યુવકો નદીમાં ન્હાવા માટે ગયા હતા. પરંતુ મહીસાગર નદીના પ્રવાહોમાં આ બે આશાસ્પદ યુવાનો પાણીમાં તણાઈ ગયા હતા. આખરે લાખ પ્રયત્ન કરવા છતાં તેઓ પાણીમાંથી બહાર ન આવી શકવાને કારણે બંને યુવાનોના મોત નિપજ્યા હતા.સ્થાનિકોએ આ મામલે એનડીઆરએફ અને ફાયરવિભાગને ઘટનાની જાણ કરી હતી. હાલમાં બંને ટુકડી યુવાનોના મૃતદેહોની શોધખોળ કરી રહી છે.