લોકસભા ચૂંટણી 2024 માં ફરી એકવાર ભાજપે જીતની હેટ્રિક લગાવી લીધી છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ પૂર્ણ બહુમત સથે સરકાર બનાવવા જઇ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર સરકારનું નેતૃત્વ કરશે. આગામી 9 જૂને શપથગ્રહણની સંભાવના છે. લોકસભા ચૂંટણી 2024 ઘણી રીતે ઐતિહાસિક રહી. દિગ્ગ્જના બદલે સામાન્ય ચહેરા પોતાની સીટો પર બમ્પર જીત નોંધાવી. આ લોકસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા ચાર ભાજપના નેતાઓને મોટા અંતરથી જીત નોંધાવી. સૌથી મોટી જીત ઇન્દોરના સાંસદ શંકર લાલવાનીના નામે રહી. તેમણે 11.72 લાખથી વધુ વોટોથી શાનદાર જીત પ્રાપ્ત કરી. બમ્પર જીત મેળવનાર સાંસદોમાં ટોપ પર ભાજપ સાંસદ રહ્યા. કોંગ્રેસ અને ટીમએમસી ઉમેદવારોએ પણ મોટા માર્જીનથી જીત નોંધાવી છે.
લોકસભા ચૂંટણીમાં બમ્પર જીત કોંગ્રેસના ખાતામાં પણ આવી છે. ઇન્દોરમાં ભાજપના ઉમેદવાર બાદ અસમના ધુબરી લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર રકીબુલ હુસૈને 10 લાખથી વધુ વોટોના અંતરથી જીત પ્રાપ્ત કરી છે. તેમણે ઉમેદવાર મોહમંદ બદરૂદ્દીન અજમલને 1012476 વોટોના અંતર હરાવ્યા છે. ત્રીજી મોટી જીત પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નામે રહી. તેમણે વિદિશા લોકસભા સીટ પરથી પોતાન પ્રતિદ્વંદીને 8 લાખથી વધુ વોટોથી હરાવ્યા છે. શિવરાજે 821408 વધુ વોટ મળ્યા.
ગાંધીનગર સીટ પરથી અમિત શાહે કોંગ્રેસના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર સોનલ રમણભાઈ પટેલને 744716 મતોની સરસાઈથી હરાવ્યા હતા. ગુજરાતના નવસારીથી ત્રણ વખત સાંસદ બનેલા સીઆર પાટીલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેમણે કોંગ્રેસના ઉમેદવાર નૈશાદભાઈ ભૂપતભાઈ દેસાઈને 773551 મતોની સરસાઈથી હરાવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં પણ ટીએમસીને મોટી જીત મળી છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ ડાયમંડ હાર્બર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અભિજીત દાસને 710930 મતોના માર્જિનથી હરાવ્યા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાયબરેલી અને કેરલની વાયનાડ સીટ પરથી લોકસભાની ચૂંટણી લડ્યા અને શાનદાર જીત નોંધાવી હતી. રાહુલની રાયબરેલીમાં જીત પોતાની માતા સોનિયા ગાંધી કરતાં મોટી હતી. રાહુલ રાયબરેલીમાં 390030 મતોના માર્જિનથી અને વાયનાડમાં 364422 મતોના માર્જિનથી જીત્યા હતા. આ સિવાય ઉત્તરાખંડમાં ભાજપના ઉમેદવાર અજય ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશ જોશીને 334548 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
છત્તીસગઢના રાયપુરમાં બીજેપીના બ્રિજમોહન અગ્રવાલને 10,50,351 વોટ મળ્યા છે. તેમણે કોંગ્રેસના વિકાસ ઉપાધ્યાયને 575285 મતોની સરસાઈથી હરાવ્યા હતા. વડોદરાથી ભાજપના હેમાંગ જોશી 582126 મતોની સરસાઈથી જીત્યા હતા. જ્યારે ગૌતમ બુદ્ધ નગર લોકસભા સીટ પરથી ભાજપના મહેશ શર્મા 559472 મતોના માર્જીનથી ચૂંટણી જીત્યા હતા. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના ગુનાથી કોંગ્રેસના યાદવેન્દ્ર રાવ દેશરાજ સિંહને 540,929 મતોથી હરાવ્યા હતા. ગુજરાતની પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલ સિંહ મહેન્દ્ર સિંહે કોંગ્રેસના નેતા ગુલાબ સિંહ સોમ સિંહ ચૌહાણને પાંચ લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.