સૌથી વધારે પરેશાન રહેતા ખોટા વ્યક્તિની તરફ જ આકર્ષિત થઈ રહી છું,મનીષા કોઈરાલા

બોલિવૂડ ફિલ્મ ‘સૌદાગર’થી લઈને વેબ સિરીઝ ‘હીરામંડી’ સુધી મનીષા કોઈરાલાએ હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તે ૩૩ વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. ૫૩ વર્ષની મનીષાની ગણતરી બોલિવૂડની શાનદાર એક્ટ્રેસમાંથી એક છે. મનીષા પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. જોકે, મનીષાની સૌથી મોટી વાત છે કે, તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ઓછી ચર્ચા કરે છે. હવે લાંબા સમય બાદ તેણે પોતાના જૂના રોમાન્ટિક સંબંધો વિશે ખુલીને વાત કરી છે.

ફિલ્મફેર સાથેની વાતચીતમાં મનીષાએ કહ્યું, ‘મેં નોટિસ કે હું ખોટા પુરુષો સાથે જ પ્રેમમાં કેમ પડી? મને આશ્ર્ચર્ય થયું કે હું શા માટે આવું વારંવાર કરું છું. મારી સાથે કંઈક ગડબડ છે જેમાં હું ફક્તને ફક્ત સૌથી વધારે પરેશાન રહેતા ખોટા વ્યક્તિની તરફ જ આકષત થઈ રહી છું. મેં પોતાની અંદર ડોક્યું કરીને જોયું. મેં નિર્ણય લીધો અને આ વાત પર કામ કર્યું કે મને શું પરેશાન કરી રહ્યું છે.’

મનીષાનું કહેવું છે કે તે હવે એકલી છે, પરંતુ તે હવે કોઈની સાથે સંબંધ રાખવા માંગતી નથી. વાતચીત અને હળવા-મળવાથી પણ દૂર રહે છે. તેણે કહ્યું, ‘હું છેલ્લા ૫-૬ વર્ષથી એકલી છું અને અત્યારે હું કોઈની સાથે ભળવાના મૂડમાં નથી. મને હજુ પણ લાગે છે કે મારે મારા પર ઘણું કામ કરવાની જરૂર છે.’

મનીષા કહે છે કે વારંવાર ખરાબ સંબંધોમાં પડ્યા પછી પણ તેનો પ્રેમ પરથી વિશ્ર્વાસ ઉઠ્યો નથી. તે આશા રાખે છે કે તેમને એક સારો અને સાચો જીવનસાથી મળશે જે તેને સમજશે અને તેમના પ્રત્યે પ્રમાણિક રહેશે.

મનીષાએ કહ્યું, ‘હું એક સારા સંબંધમાં જોડાવા માંગુ છું, જેમાં મને લાગે છે કે અમે બંને એકબીજાને સ્વીકારી કરીએ છીએ. એકબીજા પ્રત્યે પ્રમાણિક છે. આગળ વધવા માટે આપણે શું શીખવું જોઈએ તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એ પણ મહત્વનું છે કે શું આપણે આપણી યાત્રામાં એકબીજાને સાથ આપી શકીએ છીએ. હું એવા વ્યક્તિ સાથે રહેવા માંગુ છું જેની પાસે સપના, મહત્વાકાંક્ષા અને જુસ્સો છે કારણ કે હું ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છું.

જણાવી દઈએ કે ૯૦ના દાયકામાં જ્યારે મનીષાનું કરિયર પીક પર હતું ત્યારે તેનું નામ લગભગ ૧૨ લોકો સાથે જોડવામાં આવ્યું હતું. તેઓ ફિલ્મ ઉદ્યોગ સિવાય અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કરતા પહેલા મનીષાનું નામ વિવેક મુશરન, નાના પાટેકર, ડીજે હુસૈન, નાઈજીરિયન બિઝનેસમેન સેસિલ એન્થોની, આર્યન વૈદ, પ્રશાંત ચૌધરી, ઓસ્ટ્રેલિયન એમ્બેસેડર ક્રિસ્પિન કોનરોય સાથે જોડવામાં આવ્યું હતું.