સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એલએલએમની ૬ કોલેજોની માન્યતા રદ કરાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગમાં મોટો નિર્ણય લેવાયો છે. રાજકોટમાં ૬ ખાનગી કોલેજોની માન્યતા રદ કરી દેવાઈ છે. યુનિ.સંલગ્ન એલએલએમની કોલેજોની માન્યતા રદ્દ કરાતા ખળભળાટ મચી ગયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ માન્યતા રદ કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૬ ખાનગી કોલેજોની માન્યતા રદ કરી દેવામાં આવી છે.એલએલએમ કોલેજોને આપવામાં આવેલ માન્યતા બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના નિયમ વિરૂદ્ધ હોવાથી વિવાદિત ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીએ આપેલી માન્યતા રદ્દ કરવાનો નિર્ણય બૉર્ડ ઑફ મેન્જમેન્ટની મિટિંગમાં લેવાયો છે. ૬ કોલેજોમાં ૪૬૦ જેટલાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવસટીના કાયદા ભવનમાં સમાવવામાં આવ્યા છે.

કુલપતિ દ્વારા જે કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની ગ્રેસ કોલેજ, જસદણની ક્રિષ્ના લો કોલેજ, પડધરીની આત્મીય કોલેજ, મોરબીની ગીતાંજલી કોલેજ, અમરેલીની એલ. ડી. ધાનાણી કોલેજ, લાઠીની ગાયત્રી ગુરુકૃપા લો કોલેજનો સમાવેશ થાય છે.