સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેહુલ રૂપાણીના હોદ્દાને લઇને વિવાદ, પુરાવા રજૂ ન કરતા મતદાર યાદીમાંથી બાદબાકી કરાઇ

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) વારંવાર વિવાદોમાં રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્વ CM વિજય રૂપાણીના ભત્રીજાના હોદ્દાને લઇને વિવાદ સર્જાયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેહુલ રુપાણી (Mehul Rupani) પાસે અધ્યાપક અંગેના પુરાવા માગતા વિવાદ સર્જાયો છે. ત્યારે મેહુલ રૂપાણીએ પુરાવા રજૂ ન કરતા તેની મતદાર યાદીમાંથી બાદબાકી કરાઇ છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કામગીરી પર ફરી એકવાર સવાલો સર્જાયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેહુલ રુપાણી પાસે અધ્યાપક અંગેના પુરાવા માગ્યા હતા. મેહુલ રૂપાણીએ પુરાવા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે મેહુલ રૂપાણીએ અધ્યાપક ન હોવા છતા આ હોદ્દો કેવી રીતે ભોગવ્યો તેના પર સવાલ થઇ રહ્યા છે. મહત્વનું છે કે મેહુલ રૂપાણી ડિન, સેનેટ સભ્ય, સિન્ડિકેટ સભ્ય જેવા હોદ્દાઓ ભોગવી ચૂક્યો છે.

જો કે બીજી તરફ ડમી ડિન અંગેના તમામ આરોપોને મેહુલ રૂપાણીએ ફગાવ્યા છે. તેણે જણાવ્યુ છે કે સેનેટની ચૂંટણીથી દૂર રહેવાનું હોવાથી પુરાવા રજૂ નથી કર્યા. સાથે જ જણાવ્યુ કે નિયમોને આધીન ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે.