સૌરાષ્ટ્રમાં વાવણીની સીઝન પહેલા નકલી બિયારણના ગોરખધંધાનો પર્દાફાશ

રાજકોટ, જગતનો તાત એવો ખેડૂત ખેતરમાંથી મોંઘા ભાવે બિયારણની ખરીદી કરી ખેતરમાં વાવેતર કરતા હોય છે. ત્યારે અમુક વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને નકલી બિયારણ પધરાવી દઈ ખેડૂતને છેતરતા હોય છે.

આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ રૂરલ એસ ઓ જીએ ૪૦૦ બોરી વધુ નકલી બિયારણનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. સૌરાષ્ટ્રમાં વાવણીની સીઝન પહેલા નકલી બિયારણના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરવામાં આવી. ભૂમિક ભાલીયા નામના વ્યક્તિની કરવામાં આવી રહી છે પૂછપરછ. શંકાસ્પદ ગણાતા ૨,૮૩,૫૦૦ની કિંમતની ૪૦૫ નંગ બિયારણની કોથળી ઝડપી પાડવામાં આવી. પૂછપરછ દરમિયાન બિયારણનો જથ્થો ઇડર ખાતેથી લાવ્યો હોવાનું જણાવ્યુ હતું

સામાન્ય રીતે સવાલ થાય કે બિયારણ અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય? જો કે હવે કેન્દ્ર સરકાર દ્વારા એક કવાયત હાથ ધરવામાં આવી છે, એક એપ લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી તરત જ ખબર પડી જશે કે બિયારણ અસલી છે કે નકલી.

ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ અને નકલી બિયારણ ખરીદવાનું ટાળવું જોઈએ, અને હવે કેન્દ્રીય કૃષિ મંત્રીએ બિયારણ અસલી છે કે નકલી છે તે જાણવા માટે એસએટીએચઆઇ નામનું પોર્ટલ એટલે કે સીડ ટ્રેસેબિલિટી, ઓથેન્ટિકેશન અને હોલિસ્ટિક ઈન્વેન્ટરી લોન્ચ કરી છે. મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. બનાવટી બિયારણોની માહિતી માટે કેન્દ્રિય ઓનલાઈન સિસ્ટમ બનાવવામાં આવી છે, જેનો ખેડૂતોને ફાયદો થાય છે.