
અમરેલી,
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આજે ફરી સૌરાષ્ટ્રની ધરા ધ્રુજી છે. આજે સવારે ૧૧.૫૪ કલાકે અમરેલી જિલ્લાની ધરા ધ્રુજી ઉઠી હતી.
અમરેલી પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આજે સવારે આવેલા ભૂકંપ આંચકો મિતિયાળાની સાથે ખાંભા ગીર પંથકમાં પણ અનુભવાયો હતો. ખાંભા ગીરના ભાડ, નાનુંડી, નાના વિસાવદર, વાંકિયા ગામમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુક્સાન થવાની શક્યતા નથી.