કચ્છના દરિયાકાંઠે ચરસ મળવાનો સિલસિલો જારી છે. આ સિલસિલો અવિરત છે. માંડવી પોલીસને ચરસના બીજા ૪૦ પેકેટ મળ્યા છે. આમ કુલ ૭૪ કરોડ રૂપિયાનું ચરસ અને ડ્રગ્સ દ્વારકાના દરિયાકાંઠા પરથી પકડાઈ ચૂક્યું છે.
કચ્છના જખૌના દરિયાકાંઠા પરથી ૪૦ કરોડની કિંમતના ૮૦ પેકેટ કબ્જે કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ૧૫૦ કરોડથી વધુ કિંમતના ચરસના પેકેટેસ સર્ચ ઓપરેશનમાં મળ્યાં છે. આ ઉપરાંત કચ્છમાં અંજારથી ભૂજ જતાં રતનાલ ગામ પાસે ૧૯૬ કિલો પોશ ડોડાનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.
આ સિવાય દેવભૂમિ દ્વારકા નજીકના પણ રૂ. ૩૪.૩૭ કરોડની કિંમતના ૬૪ પેકેટ્સ બિનવારસી હાલતમાં મળ્યાં છે. આમ ચરસ અને ડ્રગ્સના પેકેટની ઘૂસણખોરી રોકવા સમગ્ર દ્વારકા અને કચ્છના દરિયાકાંઠામાં સઘન પેટ્રોલિંગ ડ્રોનથી સર્વેલન્સ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. દ્વારકાના વાંચ્છુ, ગોરીંજા અનેચંદ્રભાગા ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી ૬૪ પેકેટ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મેળવ્યો છે. જુદા-જુદા ત્રણ સ્થળોએથી ઝડપાયેલા ૬૪.૭૨ કિલોગ્રામના આ હાઇ ક્વોલિટીના ચરસની કિંમત રૂ. ૩૪ કરોડ જેટલી અંદાજવામાં આવી રહી છે. આમ છેલ્લા દસ દિવસ દરમિયાન બિનવારસ રીતે મળી આવેલા ચરસના આશરે ૧૧૫ જેટલા પેકેટની કિંમત અંદાજે ૬૧.૮૬ કરોડ રૂપિયા થાય છે.
કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ૪૦ કરોડની કિંમતના ચરસના ૮૦ પેકેટ મળી આવ્યા છે. બીએસએફને પેટ્રોલિંગ દરમિયાન કોટેશ્ર્વર પાસે વધુ એક પેકેટ મળી આવ્યુ હતુ. જ્યારે ખીદરત ટાપુ પાસેથી દસ પેકેટ ચરસના મળી આવ્યા છે. મરીન કમાન્ડોની ટીમે દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ચરસના ૨૯ પેકેટ જપ્ત કર્યા હતા. કચ્છના જખૌથી કોટેશ્ર્વર વિસ્તારમાં એક જ સપ્તાહમાં ૯૩ પેકેટ ચરસના મળી આવ્યા છે, જેની કિંમત રૂ. ૪૬.૫૦ કરોડ આંકવામાં આવે છે.