સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ હીટવેવની આગાહી તંત્ર દ્વારા કરાઇ

અમદાવાદ, ગુજરાતમાં હવે સિઝન બદલાઈ રહી છે. લાંબા સમયથી ચાલી રહેલી ડબલ સિઝન હવે પુરી થઈ ગઈ છે. હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે તમને જેકેટ કે સ્વેટર પહેલાં કોઈ નહીં દેખાય. હવે સધરા, ટ્રેક, ખાદીના કપડા, સુતરાઈ કપડા પહેરવાની સિઝન આવી ગઈ છે. કારણકે, હવે અગન દઝાડે તેવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પ્રારંભમાં જ સુરજદાદાએ પોતાનો પ્રકોપ બતાવી દીધો છે.

ગુજરાતના ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી અને તેથી વધુ નોંધાયું છે. તો ૩૯.૧ ડિગ્રી સાથે રાજકોટ સૌથી વધુ ગરમ રહ્યું છે. ૧૦ શહેરોનું તાપમાન ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ૩૯.૧ ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. માર્ચ પુરો થતા થતા તો ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી જશે તેવી આગાહી સામે આવી રહી છે. આજે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, રાજ્યમાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના લોકો આકરી ગરમી માટે તૈયાર રહે. માર્ચ મહિનાના અંત સુધીમાં કાળઝાળ ગરમી પડશે. માર્ચના અંત સુધીમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અમદાવાદનું તાપમાન ૩૬.૧ ડિગ્રી નોંધાયું છે. ત્યારે ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે કે ઘટાડો? આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં ગરમી રાડ પડાવી દેશે.

આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે. આગામી પાંચ દિવસમાં કંડલા અને પોરબંદરમાં હિટવેવની શક્યતા છે. હાલ પોરબંદરમાં તાપમાન ૩૮ ડિગ્રી નોંધાયુ છે. જ્યારે કંડલામાં ૩૭ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અહીં હીટવેવની સાથે આગામી પાંચ દિવસમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે. અહીં ગરમ પવનો ફૂંકાવવાની આગાહી છે.

ગુજરાતમાં ઉનાળાની આગઝરતી ગરમી શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પાંચ દિવસ હીટવેવની આગાહી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી દિવસમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીને પાર જઈ શકે છે. રાજ્યભરમાં તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે. ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. રાજકોટનું તાપમાન સતત બે દિવસથી ૩૯ ડિગ્રીને પાર પહોંચ્યો છે. હજુ પણ રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધાય છે મોટો ફેરફાર. અમદાવાદમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન વચ્ચે ૧૮ ડિગ્રીનો તફાવત જોવા મળી રહયો છે.

દર વર્ષે માર્ચ મહિનાની શરૂઆતથી ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે, પરંતુ આ વર્ષે અગાઉના વર્ષની તુલનામાં માર્ચ મહિનાનું સામાન્ય તાપમાન ઓછું રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો, પરંતુ આ મહિનાના બીજા સપ્તાહથી જ તાપમાનથી ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી માર્ચ મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી સુધી પહોંચે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.