
દુબઇ,
સાઉદી આરબના પાટનગર રિયાદમાં શરૂ થયેલ સાઉદી મીડિયા ફોરમમાં બે દિવસીય કાર્યક્રમના બીજા સત્રમાં ઉર્જા મંત્રી પ્રિંસ અબ્દુલ અજીજ બિન સલમાને કહ્યું કે નજીકના સાથી ભારતની સાથે ઉર્જા ક્ષેત્રમાં અમારી અનેક યોજનાઓ છે અને તે તાકિદે સામે આવશે. કાર્યક્રમમાં મીડિયા ઉદ્યોગમાં પડકારો અને તકો પર ચર્ચા કરવા માટે અરબ અને વિદેશી દેશોના ૧,૫૦૦થી વધુ મીડિયા ધંધાદારી અને ઉદ્યોગના નેતા સામેલ થયા હતાં. પ્રિંસ અબ્દુલ અજીજ બિન સલમાને સાઉદી આરબના ઉર્જા ક્ષેત્રમાં યોજનાઓની બાબતમાં પુછવા પર આ વાત કહી.
તેમણે કહ્યું કે અમારી પાસે ભારતની સાથે ઉર્જા ક્ષેત્રમાં અનેક યોજનાઓ છે અને આપણે તેને ખુબ તાકિદે જોઇશું પ્રિંસ સલમાનનું આ નિવેદન ભારતની યાત્રા અને વરિષ્ઠ ભારતીય અધિકારીઓથી મુલાકાતના ચાર મહીના બાદ આવ્યું છે.કારણ કે કિંગડમ બીજી સૌથી મોટી એશિયાઇ અર્થવ્યવસ્થાની સાથે પોતાના ઉર્જા સંબંધોને મજબુત કરી રહ્યાં છે. ઉર્જા મંત્રી અબ્દુલ અજીજ જેમણે ગત વર્ષ ઓકટોબરમાં એક દિવસ માટે નવીદિલ્હીનો પ્રવાસ કર્યો હતો વાણિજય અને ઉદ્યોગમંત્રી પીયુષ ગોયલ,પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ વિજળી મંત્રી રાજકુમાર સિંહ અને અનેક ભારતીય વ્યાપારિક નેતાઓની સાથે વાતચીત કરી હતી.
ચર્ચા છે કે ભારતમાં ગુજરાત કિનારે તાકિદે ગાઢ સમુદ્રના કેબલોની સાથે મય પૂર્વથી જોડાઇ શકે છે જેને સાઉદી આરબ અને ભારતના ઉર્જા સંબંધોનો વિસ્તાર થવાની સાથે એક નવીકરણીય ઉર્જા ગ્રિડનું નિર્માણ થશે આ પહેલા સપ્ટેમ્બરમાં ભારતમાં સાઉદી આરબના રાજદુત સાલેહ બિન ઇદ અલ હુસેનીએ પોતાના કાર્યકાળ દરમિયાન રિયાદ અને નવીદિલ્હીના વચ્ચે સંબંધોને પ્રોત્સાહન આપવા અને મજબુત કરવાનો સંકલ્પ બતાવ્યો હતો અલ હુસેનીએ કહ્યું હતું કે આ પગલાથી ભારત અને સાઉદી આરબની વચ્ચે પરસ્પર અને લાભકારી ભાગીદારીના વિકાસમાં તેજીથી લાવવામાં મદદ મળશે અને આપણા દેશોના લોકો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ મજબુત થશે.