સઉદીઅરબ સરકારે ૧૦ દિવસમાં ૧૨ લોકોના સર કલમ કર્યા!!..શું હતો તેમનો ગુનો?..જાણો

સઉદી,

ઘણા લાંબા સમયથી પોતાની વિચિત્ર અને ખૌફનાક સજા માટે જાણીતું રહ્યું છે સઉદી અરબ. તેનું મુખ્ય કારણ છે ત્યાંના આકરા નિયમ અને કાયદા. જે અંતર્ગત કોઈપણ વ્યક્તિ કે આરોપીને છોડવામાં આવતા નથી. જોકે છેલ્લા કેટલાંક સમયથી સઉદી અરબમાં આપવામાં આવતી સજાઓમાં થોડી ઢીલ જોવા મળતી હતી. પરંતુ હવે આ દેશ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જે કોઈપણ માણસની આત્મા કંપાવવા માટે પૂરતું છે. સઉદી અરબ સરકારે છેલ્લા ૧૦ દિવસમાં ૧૨ લોકોના સર કલમ કર્યા. આ બધા લોકો સામે ડ્રગ્સ સંબંધિત કેસ ચાલી રહ્યા હતા. હેરાનીની વાત એ છે કે અનેક લોકોના માથા તલવારથી કાપવામાં આવ્યા છે. જે લોકોને આ સજા-એ-મોત આપવામાં આવી તે મોટાભાગે બીજા દેશના હતા. અંગ્રેજી અખબાર ટેલિગ્રાફના જણાવ્યા પ્રમાણે સઉદી અરબમાં જે ૧૨ લોકોના માથા કાપવામાં આવ્યા. તે મોટાભાગે પ્રવાસી લોકો હતા. જેમાંથી ૩ પાકિસ્તાની, ૪ સિરીયાઈ અને ૨ જોર્ડનના રહેવાસી હતા. જોકે આ બધા લોકોમાં ૩ સઉદી અરબ નાગરિક પણ છે. બધા પર ડ્રગ્સ સંબંધિત કાયદાના ઉલ્લંઘનનો આરોપ હતો. જેના કારણે તેમને સજા-એ-મોત આપવામાં આવી હતી. માર્ચ મહિનામાં સઉદી અરબ સરકાર તરફથી ૮૧ લોકોને સજા-એ-મોતનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ૮૧ લોકોમાં અનેક ઉગ્રવાદી સંગઠનો સાથે જોડાયેલ લોકો પણ હતા. સઉદી અરબના મોડર્ન ઈતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં સજા-એ-મોતની સજા આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮માં સઉદી અરબ સરકારે આ સજાને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે ચર્ચા ચાલી હતી કે સઉદી સરકાર આ પ્રકારે કડક સજા માત્ર તે લોકોને આપશે. જેમના પર કોઈની હત્યા કે મારકાપનો આરોગ લાગેલો હોય. મોહમ્મદ બિન સલમાને કહ્યું હતું કે સઉદી સરકાર ચર્ચા કરી રહી છે કે કઈ રીતે મોતની સજાને ઓછામાં ઓછા લોકોને આપવામાં આવે. અંગ્રેજી વેબસાઈટ મિરરના મતે વર્ષ ૨૦૨૨માં નવેમ્બર મહિનાની ૨૨ તારીખ સુધી ૧૩૨ લોકોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ચોંકાવનારી ખાસ વાત એ છે કે આ વર્ષનો આંકડો વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ કરતાં ક્યાંય વધારે છે. સઉદી અરબની આ પ્રકારની સજાઓને લઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર સવાલ પણ ઉઠતા રહ્યા છે. આજ કારણે સઉદી અરબમાં સજા-એ-મોતના મામલા ઓછા કરવાની વાત પણ કરવામાં આવી રહી છે. પરંતુ સરકાર સંપૂર્ણ રીતે આ મામલામાં આગળ વધી શક્તી નથી.