નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની ડિફોલ્ટ જામીન અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ જારી કરી છે. જૈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના આદેશને પડકાર્યો છે. જેમાં કોર્ટે ૧૫મી મેના રોજ તેની જામીન અરજી રદ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટી નેતા સત્યેન્દ્ર કુમાર જૈનની ડિફોલ્ટ જામીન અરજી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને નોટિસ ફટકારી છે. સત્યેન્દ્ર જૈને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના ૧૫ મેના રોજ પસાર કરાયેલા આદેશને પડકાર્યો હતો, જેણે તેમને ડિફોલ્ટ જામીન આપવાનો ઇનકાર કર્યો હતોપ ૨૯ માર્ચે, ગૃહ મંત્રાલયે મુખ્ય છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી ૧૦ કરોડ રૂપિયાની ખંડણીના કેસમાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સીબીઆઇ તપાસને મંજૂરી આપી હતી.
આપ મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ જેલમાં છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પીઓસી એક્ટની કલમ ૧૭એ હેઠળ જૈન વિરુદ્ધ કાર્યવાહી અને તપાસ કરવાની મંજૂરી માટે સીબીઆઇનો પ્રસ્તાવ ગૃહ મંત્રાલયને મોકલ્યો હતો. આરોપ છે કે તિહાર જેલમાં તેમના રોકાણ દરમિયાન શાંતિ અને આરામથી રહેવાના નામે પૈસાની માંગ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જૈનની ધરપકડ કરવામાં આવી હતી. તે સુકેશ સાથે જેલમાં પણ હતો. જેલમાં રહેલા જૈને તેને મસાજ અને અન્ય વીઆઈપી સુવિધાઓ આપવા માટે જેલ સત્તાવાળાઓ પર દબાણ કર્યું હતું.