સત્તા છુટી ગઇ છતાં ઇમરાન ખાનનો કાશ્મીર રાગ છુટી રહ્યો નથી

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે ભારતની સાથે સંબંધ ત્યારે આગળ વધારી શકાય છે જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરનો વિશેષ દરજ્જાને બહાલ કરે ભારતીય સંસદે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપનાર બંધારણની કલમ ૩૭૦ને ૨૦૧૯માં રદ કરી દીધી હતી અને રાજયને બે કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરી દીધા હતાં.

એ પુછવા પર કે શું સેના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીર પણ આ પ્રકારના પ્રયાસોમાં સામેલ હતાં તેમણે કહ્યું કે તે બે મહીનાથી કાર્યાલયમાં ન હતાં અને હું તેમને શંકાનો લાભ આપુ છું ખાને આરોપ લગાવ્યો કે તેમના રાજનીતિક હરીફ અને ત્રણવારના વડાપ્રધાન રહેલ નવાજ શરીફ તેમને અયોગ્ય જાહેર કરવા ઇચ્છે છે.ખાને નવાજ શરીફ પર પૂર્વ સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના સેવા વિસ્તાર પર સંસદમાં મતદાન દરમિયાન બાજવાની સાથે સોદો કરવાનો પણ આરોપ લગાવ્યો ઇમરાન ખાને કહ્યું કે તેમને એ સમજમાં આવતુ નથી કે સૈન્ય પ્રતિષ્ઠાન શરીફ અને જરદારી જેવા ભ્રષ્ટ્ર અધિકારીઓના પક્ષમાં કેવી રીતે લઇ શકે છે.તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના અને લોકો વચ્ચે એક સ્પષ્ટ છે તે આ આદેશને લુંટનારાને સેનાના સમર્થન આપવાથી નારાજ છે હું તમને બતાવું છે કે આ દેશ માટે ખતરનાક છે.