સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ ’મિર્ગ’ ટૂંક સમયમાં રિલીઝ થશે, ડાયરેક્ટરે યાદગાર પળો વાગોળી

મુંબઈ,એક્ટર અને ડાયરેક્ટર સતીશ કૌશિકનુ ૬૬ વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી ૯ માર્ચે નિધન થઈ ગયુ. સતીશ કૌશિક હવે આ દુનિયામાં નથી પરંતુ તેમની બનાવાયેલી ફિલ્મો અને દમદાર અદાકારીથી તેઓ હંમેશા લોકોના દિલમાં જીવિત રહેશે. હવે સતીશ કૌશિકની ફિલ્મ મિર્ગ રિલીઝ થવા જઈ રહી છે. જે પોસ્ટ-પ્રોડક્શનનું કામ પૂરુ કર્યા બાદ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મ તેમના કરિયરની છેલ્લી ફિલ્મ માનવામાં આવી રહી છે જે તેમના નિધન બાદ રિલીઝ થશે.

ફિલ્મ વિશે વાત કરતા ડાયરેક્ટર તરૂણ શર્માએ કહ્યુ, મિર્ગને એપ્રોચ કરતી વખતે મારો મુખ્ય હેતુ દર્શકોને એક આકર્ષક ફિલ્મ આપવાનો હતો. લોકોને એક વૈકલ્પિક વાસ્તવિક્તામાં લઈ જવા માટે કંઈક આકર્ષક બનાવવા માટે ફિલ્મ નિર્માણના દરેક પાસાને એક સાથે આવવુ જોઈએ તેમણે કહ્યુ, મારા માટે આ સિનેમાનો જાદુ છે. મને એક અદ્ભૂત અને સામેલ દળના આશીર્વાદ મળ્યા છે.

રાજ બબ્બર, સતીશ કૌશિક અને અનૂપ સૌની જેવા દિગ્ગજોનું મારી પહેલી ફિલ્મમાં હોવુ આશીર્વાદ હતુ, ડાયરેક્ટરે શેર કર્યુ કે સતીશ બોર્ડ પર આવનારા પહેલા કલાકાર હતા અને અભિનેતાએ સ્ક્રિપ્ટ મોકલ્યાના બે કલાકની અંદર જ ફિલ્મ કરવા પર સંમતિ વ્યક્ત કરી. આ સિવાય તેમણે એ પણ જણાવ્યુ કે સતીશ કૌશિક ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવેલા પહેલા શખ્સ હતા.

ફિલ્મ વિશે રાજ બબ્બરે કહ્યુ, મે આ ફિલ્મની શૂટિંગનો આનંદ લીધો, અમે ખૂબ મસ્તી કરી. તરૂણ એક શાનદાર ડાયરેક્ટર છે. તે હકીક્તમાં પોતાના અભિનેતાઓને પાત્રોને પોતાની રીતે સમજવાની છુટ આપે છે. આ ટેકનિક તમને ચરિત્ર સાથે વધુ જોડે છે અને તમે વાસ્તવમાં આની સાથે ન્યાય કરવા માટે જવાબદારીની ભાવના વિકસિત કરી શકો છો. આ ફિલ્મના પ્રત્યેક કલાકારે ચોક્સાઈપૂર્વક અભિનય કર્યો છે. ફિલ્મમાં રાજ બબ્બર, અનૂપ સોની અને શ્ર્વેતાભ સિંહ મુખ્ય ભૂમિકાઓમાં છે.