
મુંબઇ, ’બિગ બોસ ૧૨’ની વિનર દીપિકા કક્કરના ઘરે કિલકારી ગુંજી ઉઠી છે. આ ખુશીના સમાચાર દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમે સોશિયલ મીડિયા દ્વારા આપ્યા છે. શોએબે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતા લખ્યું હતું કે, ’આજે ૨૧ જૂન ૨૦૨૩ના દિવસે વહેલી સવારે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. આ પ્રિ-મેચ્યોર ડિલિવરી છે પરંતુ ચિંતાની કોઈ વાત નથી.’
૨૨ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ, દીપિકા અને શોએબે એક ખાસ રીતે તેમની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતી વખતે, શોએબે ફેન્સને તેના માતાપિતા બનવાના સારા સમાચાર શેર કર્યા હતા. પોસ્ટ શેર કરતી વખતે શોએબે લખ્યું- આભાર, ખુશી, ઉત્સાહ અને ગભરાટ સાથે અમે આ સમાચાર તમારા બધા સાથે શેર કરી રહ્યા છીએ. આ અમારા જીવનની સુંદર ક્ષણ છે. હા અમે અમારા પ્રથમ બાળકની અપેક્ષા રાખીએ છીએ. ટૂંક સમયમાં અમે માતા-પિતા બનવાના છીએ. અમારા નાના મહેમાન માટે તમારી ઘણી બધી પ્રાર્થનાઓ અને પ્રેમની જરૂર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શોએબ અને દીપિકાએ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા.આ સ્થિતિમાં લગ્નના ૫ વર્ષ બાદ આ દંપતીના ઘરે કિલકારી ગુંજી છે. લગ્ન બાદ દીપિકાની પ્રેગ્નન્સીને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી હતી.
દીપિકાએ શોએબ પર અભદ્ર ટિપ્પણી કરનારા ટ્રોલર્સ પર પણ નિશાન સાધ્યું હતું. દીપિકાએ કહ્યું હતું કે, તે લોકો પણ તેમના જીવનમાં કંઈ કરી શક્તા નથી, ખાસ કરીને તે તમામ મહિલાઓ, જેમણે શોએબને એમ કહીને ટ્રોલ કર્યો હતો કે તેણે અમારી વર્ષગાંઠ માટે કંઈ કર્યું નથી. હું હંમેશા તેના માટે સરપ્રાઈઝ પ્લાન કરીશ કારણ કે શોએબ તેના માટે લાયક છે.
દીપિકા અને શોએબની લવ સ્ટોરી ૨૦૧૩ શરૂ થઈ ત્યારે શોએબે ’સસુરાલ સિમર’ શો છોડી દીધો હતો. દીપિકા જણાવે છે કે,’’શોએબે શો છોડ્યા બાદ હું સેટ પર લગભગ બે વર્ષ બીજા લોકોથી દૂર થવા લાગી. જ્યારે શોએબ એક પ્રોજેક્ટ માટે ૪૦ દિવસ સુધી આઉટડોર શૂટિંગમાં ગયો ત્યારે હું તેને મળી શક્તી નહોતી. આ દરમિયાન મને તેને લઈને ચિંતાઓ થવા લાગી હતી.’’ આ પ્રકારનો એક કિસ્સો શોએબે પણ કરી કહ્યું કે,’’મારા પિતાને બ્રેન હેમરેજ થયું હતું, એકનો એક દીકરો હોવાથી હું મા અને બહેન સાથે ત્યાં હાજર હતો. આ દરમિયાન દીપિકાએ અમને ઈમોશનલી સપોર્ટ કર્યો હતો. ’અત્રે ઉલ્લેખનીય છે કે, દીપિકા કક્કરના આ બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન રૌનક ગુપ્તા સાથે થયા હતા. એવું માનવામાં આવે છે કે દીપિકા-શોએબની નિકટતાના કારણે તેમના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા.
દીપિકાએ ૨૦૧૦માં ’નીર ભરે તેરે નૈના દેવી’થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે લક્ષ્મીનું પાત્ર ભજવ્યું હતું. આ પછી તેણે ’સસુરાલ સિમર કા’ અને ’અગલે જનમ મોહે બિટિયા હી કીજો’માં કામ કર્યું. ટીવી સીરીયલ ’સસુરાલ સિમર કા’ દીપિકાની કારકિર્દીનો સૌથી પ્રખ્યાત શો હતો, જે ૨૦૧૧ થી ૨૦૧૮ સુધી ચાલ્યો હતો. આ સિવાય દીપિકા ’ઝલક દિખલા જા ૮’, ’નચ બલિયે ૮’’ અને ’એન્ટરટેઈનમેન્ટ કી રાત’ જેવા શોમાં પણ જોવા મળી હતી. દીપિકા બિગ બોસ ૧૨ ની વિનર પણ રહી ચુકી છે.