સસ્તા અનાજની દુકાન ધરાવનાર જનતા કન્ઝ્યુમર પ્રાંત અધિકારીનો હુકમ ધોઈ પી ગયા

  • બાલાસીનોરના પ્રાંત અધિકારી સપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન જનતા ક્ધઝ્યુમર 1 અને 2માં અનાજની ધટ પડતા બે મહિના માટે પરવાનો રદ કર્યો હતો.
  • આઓ સબ મિલ બાટ કે ભ્રષ્ટાચાર કરે તેવો કિસ્સો બહાર આવ્યો.

બાલાસિનોર નગર વિસ્તારમાં જૂની મામલતદાર કચેરી પાછળ આવેલી જનતા ક્ધઝ્યુમર 1 અને 2માં બાલાસિનોર પ્રાંત અધિકારી હિરેનભાઈ ચૌહાણ દ્વાર સપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન અનાજની ધટ સાથે અનેક ક્ષતિઓ દેખાતા તાત્કાલિક ધોરણે બે મહીના માટે તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યો હતો જે પરવાનો રદ કરવા છતાં ક્ષતિયુક્ત કર્મચારી અનાજ વહેચણી કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર જનતા ક્ધઝ્યુમર સસ્તા અનાજની દુકાન 1 અને 2માં અનાજની ધટ સહિત અનેક ક્ષતિઓ દેખાતા તાત્કાલિક ધોરણે પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ દ્વારા પરવાનો રદ કરવામાં આવ્યો હતો. જ્યારે આ બે દુકાનોમાં રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત ના રહે તે માટે નગરના રણજીતભાઇ કાવઠીયા અને અનિલભાઈ કટારિયાને ચાર્જ સોંપવામાં આવ્યો હતો પરંતુ ચાર્જ આપનાર રણજીતભાઇ કટારિયા અને અનિલભાઈ કાવઠિયા “આઓ મિલ બાટ કે ખાયે” તેવી નીતિ રાખી ભારે ભ્રષ્ટાચાર કરતા હોય તેવા કર્મચારીઓ સાદિક અને શેખ કાદરને સાથે જૂના અનાજ તોલનારને સાથે રાખી અનાજ વિતરણ કરતા ભારે ઓહાપો સર્જાયો હતો.

જ્યારે બાલાસિનોર નાયબ કલેકટરના હુકમને ધોડી પી ગયા હોવાની અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ છે. ત્યારે આ બાબતે પુરવઠા મામલતદાર પ્રદીપભાઈ દેસાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે પહેલા સસ્પેન્ડ દુકાનના કર્મચારી બેઠા હતા, પરંતુ હવે તેઓને સૂચના આપી દીધી છે કે હવે નહિ બેસે તેમ જણાવ્યું હતું. જ્યારે ચાર્જ આપેલી બંને દુકાનદારોએ વધુ ભ્રષ્ટાચાર કરવા સસ્પેન્ડ દુકાનના કર્મચારીઓને સાથે રાખી અનાજ વિતરણ કરનાર સામે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું છે.