હૈદરાબાદ, હૈદરાબાદમાં સ્કિન એન્ડ હેર ક્લિનિકના સ્ટાફે મહિલા ગ્રાહક પાસેથી રૂ. ૩૦.૬૯ લાખની કિંમતની હીરા જડેલી વીંટી ચોરી લીધી અને પકડાઈ જવાના ડરથી તેને ટોયલેટ કમોડમાંથી નાખી દીધી હતી. પોલીસે પ્લમ્બરની મદદથી કમોડને જોડતી પાઈપલાઈનમાંથી વીંટી મેળવી લીધી અને બાદમાં ચોરીના આરોપમાં આરોપી મહિલા કર્મચારીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, સારવાર આવેલી મહિલા સારવાર પહેલા પોતાની રિંગ ઉતારી મુકી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, એક મહિલા ગયા અઠવાડિયે શહેરના પોશ જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં સ્થિત હેર એન્ડ સ્કિન ક્લિનિકમાં ગઈ હતી. ચેકઅપ દરમિયાન મહિલાએ તેની સામે ટેબલ પર પોતાની વીંટી મૂકી દીધી હતી. આ પછી મહિલા વીંટી લેવાનું ભૂલી ગઈ અને પોતાના ઘરે પહોંચી ગઈ હતી. જ્યારે તેણીને ખબર પડી કે તેણી ક્લિનિકમાં તેની વીંટી ભૂલી ગઈ છે, ત્યારે તે મહિલા પાછી તે જગ્યાએ ગઈ હતી અને સ્ટાફ સાથે પૂછપરછ કરી. પણ કોઈ કશું બોલ્યું નહીં. બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે કર્મચારીઓની પણ પૂછપરછ કરી હતી. પરંતુ સફળતા મળી ન હતી. આ પછી, પોલીસે જ્યારે વધારે પુછ્યું, ત્યારે એક મહિલા કર્મચારી (જેણે વીંટી ચોરી કરી હતી) તેણે કબૂલ્યું કે મેં વીંટી ચોરી કરી હતી અને તે તેના પર્સમાં રાખી હતી. પરંતુ બાદમાં પોલીસના ડરને કારણે ક્લિનિક સ્થિત વોશરૂમના કમોડમાં રિંગ ફ્લશ કરી દીધી છે.કમોડમાં કિંમતી વીંટી ઉતારવાની વાત સાંભળીને પોલીસ ચોંકી ઉઠી હતી. જલ્દી પ્લમ્બરોને બોલાવવામાં આવ્યા હતા અને ટોઈલેટની પાઈપલાઈન ખોલીને રીંગની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, પ્લમ્બરની મહેનત રંગ લાવી અને હીરાની વીંટી મળી આવી હતી.