- પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે દેવગઢ બારિયા તાલુકા ખાતે ભોજન કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું.
- શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો માટે આજરોજ નવા 12 ભોજન કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો.
દાહોદ, ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા માટે આજરોજ નવા 12 ભોજન કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
જેમાં દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા ખાતે પંચયાત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના વરદ હસ્તે એક બત્તી ચોક ખાતે ભોજન કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યુ છે. મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યુ હતુ કે સર્વાંગી વિકાસ ને વરેલી સરકાર સમાજના નાનામાં નાના માણસોની ચિંતા કરે છે. વિકાસકામોમાં પોતાના શ્રમ દાન આપનારા શ્રમિકોની પણ સરકારે ચિંતા કરી છે. જેના ભાગરૂપે શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો સુધી યોજનાનો લાભ પહોંચાડવા આજરોજ રાજ્યમાં નવા 12 ભોજન કેન્દ્રોનો લોકાર્પણ થયા છે.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન, સહિત દેવગઢ બારિયા શહેર અને તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ શ્રમિકો હાજર રહ્યા હતા.