સરથાણામાં રેલી માં ઉગ્ર ભાષણ આપવાના કેસમાં હાર્દિક  પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો

હાર્દિક પટેલને સુરત કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. સરથાણા વિસ્તારમાં રેલી માં ઉગ્ર ભાષણ કેસમાં હાર્દિક પટેલની તરફેણમાં ચુકાદો આવ્યો છે. આજે કોર્ટમાં હાર્દિક પટેલ હાજર રહ્યો હતો. આ મામલે ૧૫ હજારના જામીન ભરવામાં આવ્યા છે .

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭ ના કેસમાં કોર્ટે હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યો છે. પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનું કોર્ટના ચુકાદા બાદ નિવેદન સામે આવ્યું છે. હાર્દિકે કહ્યું હતું કે “આજે સત્યનો વિજય થયો છે.સત્યનો હંમેશા વિજય થતો હોય છે”

વિજાપુર થી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે હાર્દિકે કહ્યું હતું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે. વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છુટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.