સરપંચનો ચાર્જ હવે ડે. સરપંચને સોપાશે: રેણા પંચાયતના સરપંચ સામે અવિશ્ર્વાસની દરખાસ્ત પાસ

  • શહેરા 16 કલાક પહેલાં સરપંચનો ચાર્જ હવે ડે. સરપંચને સોપાશે.

શહેરા, રેણા પંચાયતના સરપંચ સામે ગ્રામ પંચાયતના 6 સભ્યોએ અવિશ્ર્વાસનો પ્રસ્તાવ તા.5 ઓક્ટોબરે તાલુકા પંચાયત ખાતે રજુ કરાયો હતો. જેને લઈને તા.6 નવેમ્બરના રોજ રેણાં ગ્રામ પંચાયત કચેરી ખાતે વિસ્તારણ અધિકારી એમ.એમ.ડામોરના અધ્યક્ષ સ્થાને અને રેણા ગ્રામ પંચાયત તલાટી કમમંત્રી એસી.સી. બામણીયાની ઉપસ્થિતીમાં ગ્રામ પંચાયતની સામાન્ય સભા રાખવામાં આવી હતી.

જેમાં ગ્રામ પંચાયતના 6 સભ્યો તેમજ સરપંચ મળી કુલ 7 સભ્યો હાજર રહ્યા હતા. મળેલ સામાન્ય સભામાં સરપંચ વિરૂદ્ધ 6 સભ્યોએ હાથ ઉચો કરી મત આપતા સરપંચની તરફેણમાં એકપણ મત ન હતો. જ્યારે યોજાયેલ સામાન્ય સભામાં સરપંચ પોતે હાજર હતા. પરંતુ હાજરી પત્રકમાં સહી કરી ન હતી. જેને લઈ સરપંચ સામેનો અવિશ્ર્વાસનો પ્રસ્તાવ પસાર થતાં રેણાં ગ્રામ પંચાયતના સરપંચનો ચાર્જ હવે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચને સોંપાશે.